શોધખોળ કરો
મોડી રાતે અમિત શાહે નેતાઓ સાથે કેમ બંધ બારણે બેઠક કરી, જાણો વિગત
અમિત શાહ ગુરુવારે અમદાવાદમાં હતા ત્યારે ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ સાથે અમિત શાહે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ બંધ બારણાની બેઠક આશરે અઢી કલાક ચાલી હતી.
![મોડી રાતે અમિત શાહે નેતાઓ સાથે કેમ બંધ બારણે બેઠક કરી, જાણો વિગત BJP President Amit Shah holds a meeting with Patidar Leader in Ahmedabad મોડી રાતે અમિત શાહે નેતાઓ સાથે કેમ બંધ બારણે બેઠક કરી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/12113450/Amit-Shah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનાવવાનાં પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમિત શાહ ગુરુવારે અમદાવાદમાં હતા ત્યારે ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આ સાથે અમિત શાહે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ બંધ બારણાની બેઠક આશરે અઢી કલાક ચાલી હતી. આ ઉપરાંત પાટીદાર નેતાઓ પણ હાજર રહ્યા હતાં તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ મામલે મળતી માહિતી પ્રમાણે, અમિત શાહ પોતાની પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે અમદાવાદમાં આવ્યાં હતાં.
અમિત શાહે રાતે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી.પટેલ અને સભ્યો સાથે તેમના જ નિવાસસ્થાન ડિવાઇન આઇલેન્ડ સોસાયટીમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમિત શાહ, વિજય રૂપાણી, નિતની પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાટીદારોમાં ટીકિટ વહેંચણીને લઈને જે નારાજગી છે તેને મનાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં.
આ બેઠક બાદ અમિત શાહ અને અન્ય નેતાઓ ગાંધીનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પણ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતાં. જેમાં રાજ્યમાં કઇ રીતે ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે તેની પણ ચર્ચા થઇ હતી.
![મોડી રાતે અમિત શાહે નેતાઓ સાથે કેમ બંધ બારણે બેઠક કરી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/12113320/Amit-Shah1-300x225.jpg)
![મોડી રાતે અમિત શાહે નેતાઓ સાથે કેમ બંધ બારણે બેઠક કરી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/12113327/Amit-Shah2-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)