શોધખોળ કરો
Advertisement
માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............
લખનઉઃ લોકસભા ચૂંટણી પહેલા બીએસપી સુપ્રીમો માયાવતીએ મોટું નિવેદન કર્યું છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, તે લોકસભા ચૂંટણી નહીં લડે. સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે જો ચૂંટણી બાદ જરૂર પડશે તો કોઇ સીટ ખાલી કરાવીને લોકસભા ચૂંટણી લડીશ. માયાવતીએ કહ્યું કે, તેમનું ગઠબંધન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.
2014 લોકસભા ચૂંટણીમાં બીએસપીને 20 ટકા વોટ મળ્યા હતા પરંતુ પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે એસપીને 22.2 અને બીજેપીને 42.3 ટકા વોટ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડી વચ્ચે ગઠબંધન થયું છે. જે અંતર્ગત બીએસપી 38 સીટ પર, એસપી 37 સીટ પર અને આરએલડી 3 સીટ પર ચૂંટણી લડશે. રાયબરેલી અને અમેઠીમાં ગઠબંધન ચૂંટણી નહીં લડે. માયાવતી હાલ સતત પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધી રહી છે. તે ટ્વિટર પર પણ સક્રિય થઈ ગઈ છે અને પોતાની વાત રાખી રહી છે.Bahujan Samaj Party (BSP) Chief Mayawati: I will not contest the Lok Sabha elections. pic.twitter.com/88oGmtd6Ww
— ANI UP (@ANINewsUP) March 20, 2019
હિન્દુત્વ પર ઉઠતા સવાલો પર પ્રિયંકા ગાંધીએ ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી આપ્યો જવાબ, જુઓ વીડિયોसादा जीवन उच्च विचार के विपरीत शाही अन्दाज में जीने वाले जिस व्यक्ति ने पिछले लोकसभा आमचुनाव के समय वोट की खातिर अपने आपको चायवाला प्रचारित किया था, वे अब इस चुनाव में वोट के लिये ही बड़े तामझाम व शान के साथ अपने आपको चोकीदार chowkidar घोषित कर रहेे हैं। देश वाकई बदल रहा है?
— Mayawati (@Mayawati) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion