શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ ચૂંટણીઃ અમિત શાહે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યું-નક્સલવાદને કાબૂમાં લેવો મોટી સિદ્ધિ
નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આજે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના મતદાનનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થઇ જશે તે અગાઉ ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અમિત શાહે રમન સિંહ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે, બીજેપીનો ચૂંટણી ઢંઢેરો 15 વર્ષના અનુભવનો નિચોડ છે. બીજેપીના શાસનમાં છત્તીસગઢ પછાત રાજ્યમાંથી વિકસિત રાજ્ય બની ગયું. નક્સલવાદને કાબૂમાં લેવાને અમિત શાહે રમનસિંહ સરકારની મોટી સિદ્ધિ ગણાવી હતી.
અમિત શાહે કહ્યું કે, કેન્દ્રમાં મોદી સરકાર છે અને રાજ્યમાં રમનસિંહ સરકાર છે. આ બંન્ને સરકારો રાજ્યને આગળ લઇ જશે. ખેડૂતોને મફતમાં ટૂંકાગાળાની લોન આપનાર છત્તીસગઢ પ્રથમ રાજ્ય છે. નક્સલવાદને લઇને અમિત શાહે કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જે પાર્ટી નક્સલવાદમાં ક્રાંતિ જોવે છે, નક્સલવાદ ક્રાંતિનું માધ્યમ જોવે છે તે છત્તીસગઢનું ભલુ કરી શકે નહીં. ભાજપ સરકારે સ્વામીનાથન આયોગની મુખ્ય ભલામણ દોઢ ગણો ટેકાનો ભાવને સ્વીકાર કર્યો જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. અનાજની ખરીદીને પાંચ લાખ મેટ્રિક ટનથી 70 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું કામ રમનસિંહ સરકારે કર્યુ છે. છત્તીસગઢમાં 24 કલાક વિજળી, શુદ્ધ પાણી, પાકા રસ્તાઓ, શિક્ષણ, સ્વાસ્થ્યની સારી સુવિધાઓ આપવી એ રમન સરકારની મોટી સિદ્ધીઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement