શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ-કઈ બેઠકોના ઉમેદવાર નક્કી કરવાને લઈને કોંગ્રેસ ગૂંચવાઈ, જાણો વિગત
અમદાવાદ: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા ભાગની બેઠકોની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપે ગુજરાતમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 4 બેઠકોના ઉમેદવાર જાહેરા કરી દીધા છે જોકે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવાના લઈને ઘણી બેઠકો પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં પસંદગી કરવામાં કોંગ્રેસ ગૂંચવાઈ ગઈ છે.
કોંગ્રેસમાં સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં દાવેદારો વધી જતાં ટીકિટનો મુદ્દો ગૂંચવાયો છે. સુરેન્દ્રનગરમાં લાલજી મેર, સોમા ગાંડા વચ્ચે, અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે, પાટણમાં ઠાકોર સમાજમાં ખેંચતાણ જોવા મળી રહી છે.
આ ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણામાં ચૌધરી, ઠાકોર અને પટેલો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જેથી કોંગ્રેસ હવે કોને ટીકિટ આપશે તે બાબતે લોકો મીટ માંડીને બેઠા છે. જો કોંગ્રેસ કોઈ નવા નેતાને ટીકિટ આપશે કોંગ્રેસમાં વિરોધ થાય તેવું લાગી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement