શોધખોળ કરો
Advertisement
થપ્પડકાંડઃ હાર્દિક પર હુમલો થતાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ ક્યાં ક્યાં કરશે વિરોધ? જાણો
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર થયેલ હુમલાના વિરોધમાં પાટણમાં આજે ધરણા યોજાવાના છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા દરવાજા ખાતે રામ ધૂન અને પ્રતિક ધરણા કરાશે.
અમદાવાદઃ ગઈ કાલે સુરેન્દ્રનગરના બલદાણામાં હાર્દિક પર થયેલા હુમલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસ દ્વારા રામધૂન રાખવામાં આવી હતી, ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પાટણ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર થયેલ હુમલાના વિરોધમાં પાટણમાં આજે ધરણા યોજાવાના છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા દરવાજા ખાતે રામ ધૂન અને પ્રતિક ધરણા કરાશે. લોકશાહી બચી રહે તેવા હેતુથી ધરણાં યોજાશે. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.
આજે સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ હાર્દિક પટેલ પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો આંબેડકર ચોકથી રેલી કાઢીને કલેકટર આવેદનપત્ર આપશે. હાર્દિક પટેલ પર ગઈ કાલે વઢવાણ ખાતે થયેલા હુમલા બાદ મોડી રાત્રીના મોરબી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરા, કચ્છના ઉમેદવાર નરેશ મહેશ્વરી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના બાપા સીતારામ ચોકમાં યોજાયેલ જન આક્રોશ સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ કોલગેસ મંજુરી અને અનામત આયોગનો શ્રેય હાર્દિક પટેલને આપ્યો હતો, તેમજ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપના અમિત શાહ તેની હત્યા કરાવવાનું કાવતરું રચે છે.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પત્રકાર પરિષદ યોજી નોટબંધી સમયનો અમિત શાહનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરાવીને મુદાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, તો ગેસના વધતા ભાવો, પેટ્રોલના ભાવવધારા મુદે ભાજપ પર પ્રહારો કર્યા હતા. મોરબીમાં રોડ રસ્તાની સમસ્યા છે અને પૂર્વ ધારાસભ્યના ગામનો રસ્તો બેકાર હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત ગોધરાની ઘટના યાદ કરી પીએમ પર પ્રહારો કર્યા હતા અને રામના નામે છેતરતા હોવાનું જણાવ્યું હતું. મોરબીના બધા ડેમો કોંગ્રેસે બનાવ્યાનું જણાવ્યું હતું. તેમજ ઈવીએમમાં ગોટાળા ના કરે તે માટે તકેદારી રાખવા અને કોંગ્રેસ કાર્યકરો સવારે છ વાગ્યે મતદાન મથકે પહોંચી જજો તેમ પણ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement