શોધખોળ કરો

Congress: ગેનીબેનને જીતાડવા આ ઠાકોર નેતાએ કરી ખુબ મહેનત, સામે મળ્યા'તો ભેટીને રડી પડ્યા ગેનીબેન

GENIBEN NAGAJI THAKOR: ગુજરાતમાં આ વખતે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સતત ત્રીજી ટર્મમાં ક્લિન સ્વિપ કરવાના ઇરાદાને ગેનીબેન ઠાકોરે તોડી નાંખ્યો છે

GENIBEN NAGAJI THAKOR: ગુજરાતમાં આ વખતે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સતત ત્રીજી ટર્મમાં ક્લિન સ્વિપ કરવાના ઇરાદાને ગેનીબેન ઠાકોરે તોડી નાંખ્યો છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને આ બેઠક કબજે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાને 62 વર્ષ બાદ પહેલીવાર કોઇ મહિલા સાંસદ મળ્યા છે. ગેનીબેન ઠાકોરની જીત થતાં જ કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે. કોંગ્રેસના નેતાઓ ગેનીબેનને અભિનંદન આપવા પહોંચ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગેનીબેન બળદેવજી ઠાકોર સામે મળતાં જ ભાવુક થયા હતા.

જીત બાદ ગેનીબેન ઠાકોરને કાર્યકર્તાઓ અને નેતાઓ મળીને અભિનંદન પાઠવી રહ્યાં હતા, આ દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ દ્રશ્ય ત્યારે જોવા મળ્યુ જ્યારે સામે કોંગ્રેસના સીનિયર નેતા બળદેવજી ઠાકોર સામે મળ્યા હતા. જ્યારે ગેનીબેન ઠાકોરને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર મળ્યા તો ગેનીબેન તેમને ભેટીને ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા બળદેવજી ઠાકોરે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે ખુબ મહેનત કરી છે, અને જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. 

Congress: ગેનીબેનને જીતાડવા આ ઠાકોર નેતાએ કરી ખુબ મહેનત, સામે મળ્યા'તો ભેટીને રડી પડ્યા ગેનીબેન

'બનાસકાંઠામાં દિવાળી' - ગેનીબેન ઠાકોરની જીત બાદ કાર્યકર્તાઓએ ફટાકડાં ફોડી ધામધૂમથી ઉજવણી કરી - 
આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા છે, અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા છે. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. 

ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભારે પડ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે 30 હજાર 406 મતોથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ખાસ વાત છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપની હેટ્રિક રોકી લીધી છે. 

બનાસકાંઠા બેઠક પર વિજયી થતા ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. મતગણતરીમાં છેલ્લી મિનિટ સુધી ઘણા ચઢાવ આ બેઠક પર જોવા મળ્યા હતા. આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સમાનો કરવો પડ્યો હતો. પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણીજંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ના માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો, પરંતુ ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન  સામે એટલી જ ટક્કર હતી, પણ આખરે ગેનીબેન ઠાકોરે તમામને માત આપી દીધી.

ખાસ વાત છે કે, જીત બાદ ગેનીબેન ઠાકોરે વિરોધીઓ વિરુદ્ધ હુંકાર પણ કર્યો હતો કે, મતદારોને કોઈ હેરાન ના કરતા, હું મતદારોની સાથે છું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget