Elections 2022 Live: UP બાદ ગોવા કોંગ્રેસમાંથી પડી વધુ એક વિકેટ, જાણો વિગત
Assembly Elections: ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.
Background
Elections 2022: યુપીમાં ચૂંટણીની તારીખ નજીક આવતાની સાથે જ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સંબિત પાત્રાએ ગઈ કાલે લખનઉમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ ક્રમમાં હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આગળ આવીને સમાજવાદી પાર્ટી પર ટોણો માર્યો છે.
ગોવામાં આપના નેતા ટીએમસીમાં સામેલ થયા
ગોવામાં આમ આદમી પાર્ટીના સુહાસ નાયક તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. પાર્ટીમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
પંજાબમાં AAPના સીએમ ઉમેદવારે લીધા માતાજીના આશીર્વાદ
પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે. હાલમાં જ તેઓ પટિયાલા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મહાકાળી માતાના મંદિરમાં માથું નમાવ્યું હતું.






















