શોધખોળ કરો
Advertisement
ગુજરાતઃ પિતાને કોંગ્રેસની ટિકીટ મળતાં ભાજપના કયા ભૂતપૂર્વ ધારાસભ્ય જોડાયા કોંગ્રેસમાં? જાણો વિગત
અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ગઈ કાલે બાકીની આઠ બેઠકમાંથી છ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ સામે સહકારી આગેવાન પરથી ભટોળને ટિકીટ આપી છે. પરથી ભટોળ ચૌધરી સમાજમાંથી આવે છે.
પિતા પરથીભાઈ ભટોળને ટિકીટ મળતાં તેમના દીકરા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે ભાજપને રામ રામ કરી દીધા છે અને તેઓ ગઈ કાલે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. વસંત ભટોળને વર્ષ 2007માં ભાજપમાંથી ટિકીટ મળતાં પરથી ભટોળે સમાધાનના ભાગ રૂપે બનાસ ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. આ ચૂંટણી વસંત ભટોળ દાંતા બેઠક પરથી સરળતાથી જીતી ગયા હતા.
જોકે, આ પછી બીજી ટર્મમાં ભાજપે ટિકીટ નહીં આપતાં પરથી ભટોળ ભાજપથી નારાજ હતા. ત્યારે કોંગ્રેસે તક ઝડપીને તેમને બનાસકાંઠાથી મેદાનમાં ઉતાર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement