શોધખોળ કરો

Gujarat Assembly Election Result: મહેસાણામાં મત ગણતરી સેન્ટરના મુખ્ય દરવાજાની ચાવી થઇ ગુમ

મહેસાણા મર્ચન્ટ કોલેજ ખાતે મત ગણતરી સેન્ટર ઉપર મીડિયાને જતા અટકાવાયા હતા

મહેસાણામાં મત ગણતરી સેન્ટરના મુખ્ય દરવાજાની ચાવી થઇ ગુમ થઇ હતી. મહેસાણા મર્ચન્ટ કોલેજ ખાતે મત ગણતરી સેન્ટર ઉપર મીડિયાને જતા અટકાવાયા હતા. મુખ્ય દરવાજાના લોકની ચાવી ગુમ થતા દરવાજો લોક રહ્યો હતો. છેલ્લા અડધો કલાકથી મુખ્ય દરવાજાની ચાવી થઈ ગુમ થઇ હતી. મુખ્ય ગેટની ચાવી ગુમ થતા મીડિયાને પ્રવેશતા અટકાવાયા હતા.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે 1600થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ જિલ્લામાં મતગણતરીને લઈ પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પરના EVM ગુજરાત કોલેજ,એલડી એન્જિનિયરિંગ કોલેજ અને આંબાવાડીની સરકારી કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. જેની પેરામિલિટ્રી ફોર્સના જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. તો, સીસીટીવી મારફતે પણ નજર રખાઈ રહી છે. સવારે આઠ વાગ્યે વિધાનસભા મુજબ 14 ટેબલ પર મતગણતરી થશે તો વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકની મતગણતરી MS યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાં થશે અને સુરત શહેરની 6 બેઠકની ગણતરી SVNIT કોલેજમાં જ્યારે ગ્રામ્યની 10 બેઠકની ગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં થશે.

રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget