Gujarat Elections 2022: જામનગરની આ બેઠક પર રસપ્રદ જંગ, નણંદ- ભાભીના થઇ શકે છે મુકાબલો
Gujarat Jamnagar Seat: રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા 2029માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પાર્ટી જોડાયા હતા. તો થોડા સમય પહેલા જ જાડેજાની બહેને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ હતી.

Gujarat Jamnagar Seat: રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા 2029માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પાર્ટી જોડાયા હતા. તો થોડા સમય પહેલા જ જાડેજાની બહેને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ હતી.
ગુજરાતની ચૂંટણી આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસપ્રદ બની છે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. આ જ કારણ છે કે સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી પર ટકેલી છે.
આ બધાની વચ્ચે હવે ગુજરાતની જામનગર બેઠક પણ ઘણી ચર્ચામાં છે. તેનું કારણ અહીંના ઉમેદવારો છે. જામનગરમાંથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ અહીંથી રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજાને તેમની સામે મેદાનમાં ઉતારી શકે છે. કારણ કે તે જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.
જામનગર ઉત્તરની આ બેઠક પહેલેથી જ ભાજપનો કબજો છે અને અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. આ પહેલા તેઓ 2012માં કોંગ્રેસની ટિકિટ પર અહીંથી જીત્યા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા અને 2017માં પણ આ સીટ જીતી લીધી. આ વખતે જો કોંગ્રેસ આ પાર્ટીમાંથી નૈનાને મેદાનમાં ઉતારશે તો અહીં મુકાબલો વધુ રસપ્રદ બનશે. આ લડાઈ કોંગ્રેસ નયના બા અને ભાજપમાં રિવા બા બંને વચ્ચે નણંદ ભાભી વચ્ચે જંગ રહેશે.
નણંદ-ભાભી વચ્ચે જામશે જંગ?
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા અને તેની બહેન નયના જાડેજા અલગ-અલગ પાર્ટીમાં છે. ભાભી અને નણંદ વચ્ચે પરિવારમાં તો રંકઝક થતી હોય છે પરંતુ અહીં બંને ચૂંટણીના મેદાના સામસામે છે. જાડેજાના પત્ની રીવાબા 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને તેના થોડા સમય બાદ જ જાડેજાની બહેન નયના પણ કોંગ્રેસમાં જોડાઈ હતી. જ્યારથી નૈના કોંગ્રેસમાં જોડાઈ છે ત્યારથી તે ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
