Gujarat Election 2022: 93 બેઠક પર મતદાન, વપક્ષે લગાવ્યો આચારસંહિતા ભંગનો આરોપ
Gujarat Election 2022:ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા માટે આજે (05 ડિસેમ્બરે) મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કા અને છેલ્લા તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની કુલ 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.3 વાગ્યા સુધીમાં 53.57 ટકા મતદાન થયું છે.
Gujarat Election 2022: 93 બેઠક પર મતદાન, વપક્ષે લગાવ્યો આચારસંહિતા ભંગનો આરોપ
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા માટે આજે (05 ડિસેમ્બરે) મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કા અને છેલ્લા તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની કુલ 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાની સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન સાબરમતી અને ગૃહમંત્રી અમિત શાહના હોમટાઉન અમદાવાદમાં પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયું છે.
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદના રાણીપના પોલિંગ બૂથ નંબર 177 પર મતદાન કર્યું હતું. બીજા તબક્કામાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમની પત્ની અને પુત્ર સાથે નારણપુરાના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. વોટ આપ્યા બાદ પીએમ મોદીએ મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન પીએમએ લોકોને વધુમાં વધુ વોટ કરવાની અપીલ કરી હતી.3 વાગ્યા સુધીમાં 53.57 ટકા મતદાન થયું છે.
PM પર આચારસંહિતા ભંગનો આરોપ
કોંગ્રેસે પીએમ મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો યોજીને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકુરે કહ્યું કે પીએમ મોદી હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપે કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે. ભાજપની દલીલ છે કે ચૂંટણી આચારસંહિતાનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આ દરમિયાન પીએમ મોદીએ મતદારોને માત્ર વોટ કરવાની અપીલ કરી હતી.
કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો?
કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ ભાજપ પર ખૂની હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઉમેદવારે બામોદ્રા ચાર રસ્તા પર તેમનો રસ્તો રોકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારના કહેવા મુજબ તેણે જંગલમાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી હતી.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, પરિણામને લઈને કર્યો મોટો દાવો
મૈનપુરી પેટાચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે.
યુપીમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. યુપી પેટાચૂંટણીની સાથે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર SP ચીફ અખિલેશ યાદવની પ્રતિક્રિયા મૈનપુરીમાં આવી છે. જ્યારે SP ચીફ વોટ આપીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પર તેમણે કહ્યું કે, મને આશા છે કે ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી જશે.
વોટિંગ બાદ સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, "મને આશા છે કે સમાજવાદી પાર્ટીની સારી જીત થશે. 2024ની શરૂઆત પણ થશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે નેતાજી આ વિસ્તારમાં કામ કરતા રહ્યા છે. આ નેતાજીનો વિસ્તાર રહ્યો છે. "નેતાજીને યાદ કરીને , લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે."
જ્યારે વોટ આપ્યા બાદ SP ચીફે કહ્યું કે, "ચૂંટણી શરૂ થઈ એ દિવસથી જ વહીવટીતંત્ર કોના આદેશ પર કામ કરી રહ્યું છે. નોમિનેશનના દિવસે ફિલ્મી સ્ટાઈલમાં વાહનો રોકવામાં આવ્યા હતા. અને SPને વોટ ન મળે તેવા પ્રયાસ કર્યાં હતા આને જણાવ્યું હતું." મતદાન ન કરવા માટે તમામ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસ દરેક ચોક પર મોટી સંખ્યામાં ઉભી છે, લોકોને સભામાં ન આવવા દેવાનો પ્રયાસ કરી રહી છે."
જણાવી દઈએ કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવે મૈનપુરી પેટાચૂંટણીમાં મતદાન કર્યું હતું. આ પછી મીડિયા સાથે વાતચીત કરી.