શોધખોળ કરો

LokSabha Election: ગેનીબેન ઠાકોરના ભાજપ પર સીધા પ્રહાર, રૂપાલા મુદ્દે ક્ષત્રિયો ઉગ્ર, ભાજપને ઠેર ઠેર આપી રહ્યાં છે જાકારો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, રાજ્યમાં રૂપાલા મુદ્દે હજુપણ ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં છે, અને ઠેર ઠેર સભાઓ દરમિયાન હોબાળો કરી રહ્યાં છે

LIVE

Key Events
Gujarat Lok Sabha Election 2024 Live : Gujarat Election campaign of BJP, Congress And AAP, Geniben thakor attacks on bjp and banas dairy, political leader addressing rally, 30 04 2024 LokSabha Election: ગેનીબેન ઠાકોરના ભાજપ પર સીધા પ્રહાર, રૂપાલા મુદ્દે ક્ષત્રિયો ઉગ્ર, ભાજપને ઠેર ઠેર આપી રહ્યાં છે જાકારો
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)

Background

15:42 PM (IST)  •  30 Apr 2024

રાજકોટનાં પાયા નાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે આયાતી ઉમેદવાર ઉતાર્યા - પરેશ ધાનાણી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું  ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વને રાજકોટનાં પાયાનાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા.  રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ધાનાણીએ એબીપી અસ્મિતા સાથેની exclusive વાતમાં રાજકોટ બેઠક પર વર્ગ વિગ્રહ કરવો પ્રયાસ થતો હોવાનો બીજેપી પર આરોપ પણ લગાવ્યો. એટલું જ નહીં રાજકોટ બેઠક પર લેઉવા અને કડવા પાટીદારોને સામ સામે લેવાનો પ્રયાસ બીજેપી કરતી હોવાની આશંકા પણ ધાનાણી એ વ્યકત કરી. રાજકોટ લોકસભા અંતર્ગત વાંકાનેરનાં ગ્રામીણ વિસ્તારમાં ધાનાણીએ આજે પ્રચાર કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા, પૂંજા વંશ, જાવેદ પીરજાદા સહિતનાં નેતાઓ ધાનાણીનાં પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. પોતાને સરદારના અસલી વારસદાર ગણાવનારા અને  બીજેપીનાં નેતાઓને નકલી વારસદાર ગણાવનાર. ધાનાણીએ અસલી-નકલી ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી, ઉપરાંત અનેક આરોપો બીજેપી પર લગાવ્યા હતા

15:40 PM (IST)  •  30 Apr 2024

અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે આરોપીની ધરપકડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સતિષ વણસોલા અને આર.બી.બારીયા નામના બે આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંન્ને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું. અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે. ભાજપના સહપ્રવક્તા દિપક જોશીએ કહ્યું હતું કે વીડિયો વાયરલ કરનાર એ પણ જવાબદાર વ્યક્તિ છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કૉંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.

15:39 PM (IST)  •  30 Apr 2024

સુરત બેઠક બિનહરીફ છતાં ભાજપમાં ડખો, અલ્પેશ-ધાર્મિક મુદ્દે કિશોર કાનાણી રિસાયા

સુરત ભાજપ માટે હાલમાં જ એક આનંદના સમાચાર સામે આવ્યા હતા, સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટયા અને ભારતીય જનતા પાર્ટીને 2024 લોકસભા ચૂંટણી દરમિયાન પહેલા સાંસદ મળી ગયા, પરંતુ હવે સુરતમાં ભાજપમાં જ અંદરોઅંદર ડખો શરૂ થયો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી દેખાઇ રહી છે. આ બન્ને આપ નેતાના ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી દરમિયાન વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહ્યાં હતા, તેમની ગેરહાજરીથી નવો ગણગણાટ શરૂ થયો છે. નારાજ થયેલા સ્થાનિક ધારાસભ્ય ભાજપના ભરતી મેળાથી અને સભાઓ દુર અને અળગા રહી રહ્યાં છે. જોકે, જ્યારે તેમને આ અંગે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે મારા સિદ્ધાંતોના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. કિશોર કાનાણીએ જણાવ્યું કે, ચૂંટણી વખતે રાજકીય પક્ષો જે નિવેદનો આપે છે તેને લોકો યાદ રાખે છે. મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે. હું મારા સિદ્ધાંતો નહીં છોડું, પાર્ટીએ જે નિર્યણ કર્યો છે તે માન્ય છે. ગઇ વિધાનસભા ચૂંટણી વખતે સુરતની વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા, જોકે, અલ્પેશની હાર થઇ હતી.

15:37 PM (IST)  •  30 Apr 2024

'ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે, તેથી જ PM મોદીની આત્મા અહીં ભટકી રહી છે' - સંજય રાઉત

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષો અને નેતાઓના તીક્ષ્ણ નિવેદનો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. મોદીજીનો આ આત્મા જે ભટકી રહ્યો છે તે ભાજપનું સ્મશાન બનવા જઈ રહ્યું છે. બીજેપીના અંતિમ સંસ્કાર ક્યાંય થશે તો મહારાષ્ટ્રમાં થશે. તેમણે કહ્યું, "આ આત્મા, જે દિલ્હી અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર આવે છે, તે વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? તે ભટકી રહી છે કારણ કે 4 જૂન પછી મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન સમાન બનવા જઈ રહ્યું છે. તેથી જ તેનો આત્મા ભટકી રહ્યો છે. મહારાષ્ટ્ર બીજેપીના સ્મશાન સમાન છે કે જેમણે મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર રચ્યું છે, ભલે તે શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે, તેમનો આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગયો છે આ આત્મા સાથે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે."

10:43 AM (IST)  •  30 Apr 2024

પ્રચારમાં 'પાઘડી'ની એન્ટ્રી, કોંગ્રેસ ઉમેદવારે ક્ષત્રિયોની સામે પાઘડી ઉતારી

મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, હાલમાં જ તેમને વિજાપુર તાલુકામાં એક જનસભાને સંબોધતા 'પાઘડી' પ્રચાર શરૂ કર્યો હતો. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કુકરવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભામાં મોટાભાગે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા, અહીં રામજી ઠાકોરે 'પાઘડી' રાજનીતિ શરૂ કરી હતી. કુકરવાડામાં સભા સંબોધતા વખતે રામજી ઠાકોરે ફરી એકવાર પોતાની પાઘડી ઉતારી દીધી હતી, તેમને પાઘડી ઉતારી ક્ષત્રિય સમાજના લોકો પાસે મતની અપીલ કરી હતી. ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને રામજી ઠાકોરે અપીલ કરી હતી, અને કહ્યું કે આ ઠાકોરની આબરૂ રાખજો. ખાસ વાત છે કે, આ અગાઉ પણ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણાની એક જનસભામાં પોતાની પાઘડી ઉતારીને મત આપવા અપીલ કરી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget