શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક શું કરે છે બિઝનેસ? જાણીને ચોંકી જશો
હાર્દિક પટેલ પર વઢવાણના બલદાણા ગામે હુમલો કરનાર યુવક તરૂણ ગજ્જર કડીના જાસલપુર ગામનો રહેવાસી છે. તરૂણ પોતે ખેતીવાડી અને એસ્ટેટ બ્રોકરનું કામકાજ કરે છે. હાલમાં તે પત્ની સાથે કડીના કરણનગર વિસ્તારમાં રહે છે.
અમદાવાદ: હાર્દિક પટેલ પર વઢવાણના બલદાણા ગામે હુમલો કરનાર યુવક તરૂણ ગજ્જર કડીના જાસલપુર ગામનો રહેવાસી છે. તરૂણ પોતે ખેતીવાડી અને એસ્ટેટ બ્રોકરનું કામકાજ કરે છે. હાલમાં તે પત્ની સાથે કડીના કરણનગર વિસ્તારમાં રહે છે. ભાજપ પક્ષ સાથે સંકળાયેલો છે અને જાસલપુર શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતનો સભ્ય પણ હોવાનું જાણવા મળ્યું છે અને તેનો પરિવાર એનઆરઆઈ છે.
તરૂણ ગજ્જર 15 દિવસ પહેલા ઘર છોડીને નીકળી ગયો હતો. તેના પિતાને ફોન કરવાનું પણ તેને જણાવ્યું હતું પરંતુ 15 દિવસ સુધી તેના પિતાએ ફોન કર્યો ન હતો. છેલ્લે તે કડી હોવાનું જાણવા મળ્યું હતું. તરૂણે આ પહેલા બે વખત 13 અને 17 એપ્રિલ 2019ના રોજ પાટણ અને અન્ય સભામાં હાર્દિકને લાફો મારવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
જેથી સ્પષ્ટ જણાય છે કે, જ્યાં-જ્યાં હાર્દિક સભા કરવા ગયો ત્યાં તરૂણ પણ જતો હતો. બલદાણામાં તેને મોકો મળી જતાં હાર્દિક લાફો મારી દીધો હતો. તરૂણે 7 માર્ચ 2015ના રોજ સોશિયલ મીડિયા પર નીતિન પટેલ દ્વારા થયેલા છત્રાલ ઓવરબ્રિજના લોકાર્પણની પત્રિકા પણ મુકી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ભાષણના વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તરૂણે 24 માર્ચ 2014માં તેના ફેસબુક એકાઉન્ટ પર એક મતની તાકાત અંગેની પોસ્ટ મુકી હતી.
અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. ચૂંટણીમાં એક-એક મતની ગણતરી હોય છે. નેતાઓના પ્રચાર-પ્રસાર દરમિયાન જ હાર્દિક પટેલને ભાષણ વખતે લાફો મારી દીધો હતો. એક મતની કિંમત શું હોય તે લોકોને સમજાવવા તેણે હાર્દિકને લાફો ચોડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion