શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત હાઈકોર્ટે આપેલા ચૂકાદા અંગે હાર્દિક પટેલે ટ્વિટ કરી શું કહ્યું? જાણો
અમદાવાદઃ લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોકે, હાર્દિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂ છું. ચૂંટણી તો આવતી જતી રહે છે પરંતુ સંવિધાનની વિરૂદ્ધમાં ભાજપ કામ કરી રહ્યું છે. કૉંગ્રેસ પાર્ટીના પચ્ચીસ વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે. ભાજપના ઘણા બધા નેતાઓ પર કેસ છે, સજા પણ છે. પરંતુ કાયદો માત્ર અમારા માટે છે.गुजरात हाईकोर्ट के फैसले का स्वागत करता हूं।चुनाव तो आते है जाते हैं लेकिन संविधान के खिलाफ़ भाजपा काम करी हैं। कोंग्रेस पार्टी के पच्चीस साल के कार्यकर्ता को चुनाव लडने से क्यों रोका जा रहा है।भाजपा के बहुत सारे नेताओं पर मुकदमें है, सजा भी हैं। लेकिन कानून सिर्फ हमारे लिए है।
— Hardik Patel (@HardikPatel_) March 29, 2019
અમે ડરવાના નથી. સત્ય, અહિંસા અને ઈમાનદારીથી જનતાનો અવાજ ઉઠાવતા રહેશું. જનતાની સેવક કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનાવશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારી માત્ર એટલી ભૂલ છે કે હું ભાજપ સામે ઝુક્યો નહી. સત્તા સામે લડવાનું આ પરિણામ છે. નોંધનીય છે કે હાર્દિક પટેલે જામનગરથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે આજે હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. હાર્દિક પટેલ સુપ્રિમ કોર્ટમાં અરજી પડકારશે તેવું જાણવા મળ્યું છે.हम डरने वाले नहीं हैं। सत्य, अहिंसा और ईमानदारी से आम जनता की आवाज उठाते रहेंगे। जनता की सेवक कोंग्रेस पार्टी की सरकार बनाएंगे। पार्टी के लिए गुजरात समेत पूरे देश में प्रचार करूंगा। मेरा कसूर सिर्फ इतना है कि मैं भाजपा के सामने झुका नहीं। सत्ता के सामने लडने का यह परिणाम हैं।
— Hardik Patel (@HardikPatel_) March 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion