શોધખોળ કરો
Advertisement
PM મોદી, અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ ક્યાંથી કરશે મતદાન, જાણો વિગતે
ત્રીજા તબક્કા માટે આજે 117 સીટ પર મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26 સીટો પર પણ આજે મતદાન થવાનું છે.
અમદાવાદઃ ત્રીજા તબક્કા માટે આજે 117 સીટ પર મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26 સીટો પર પણ આજે મતદાન થવાનું છે. ગુજરાતમાં તમામ સીટો કબ્જે કરવા માટે ભાજપ-કોંગ્રેસે પોતાના દિગ્ગજ નેતાઓ પાસેથી પ્રચાર કરાવ્યો, તો ભાજપના ટોચના નેતાઓ મૂળ ગુજરાતના જ રહેવાસી છે. ત્યારે મતદાનના દિવસે તમામ નેતાઓ ગુજરાતમાં મતદાન કરવા માટે આવશે.
વાત કરીએ પીએમ મોદીની તો તેઓ અમદાવામાં સવારે 7.30 કલાકે નિશાન હાઇસ્કૂલ રૂમ નંબર 3, અચલેશ્વર મહાદેવ મંદિર પાસે, અંબિકા ચાર રસ્તા પાસે, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે.
જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં નારણપુરામાંથી મતદાન કરશે, તો ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાંથી મતદાન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી તથા નાણામંત્રી અરુણ જેટલી પણ અમદાવાદમાંથી પોતાનું મતદાન કરશે.
23 એપ્રિલના રોજ ગુજરાતની લોકસભાની 26 બેઠકોના 371 ઉમેદવારોનું ભાવિ 4.51 કરોડ મતદાન નક્કી કરશે. રાજ્યના કુલ 51 હજાર 851 મતદાન મથકો પર આજે કાલે મતદાન થશે. જે માટે શહેરી વિસ્તારમાં 17 હજાર 430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion