શોધખોળ કરો
Exclusive: ગુજરાત કોંગ્રેસના સંભવિત 13 ઉમેદવારોની યાદી, કયા નેતાને કઈ બેઠક પરથી મળી શકે છે ટીકિટ?

અમદાવાદ: લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ દીધી છે ત્યારે ભાજપે ગુજરાતમાં 16 બેઠકોની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ ફક્ત 4 જ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે આજે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં ગુજરાતની 13 બેઠકોના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં ચર્ચા કરાયેલા નામો ABP Asmita પાસે છે. - બનાસકાંઠા બેઠક પરથી ગોવા રબારી અથવા દિનેશ ગઢવીના નામ પર ચર્ચા કરવામાં આવી છે. - મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ અથવા રાજેશ પટેલને ટીકિટ મળી શકે છે. - સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકોરને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. - અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલ અથવા રોહન ગુપ્તાને ટીકિટ મળી શકે છે. - સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ અથવા ઋત્વિજ મકવાણાને મેદાનમાં મળી શકે છે. - જૂનાગઢથી પૂંજા વંશ અથવા વિમલ ચુડાસમાને લોકસભાની ટીકિટ મળી શકે છે. - અમરેલીથી જે.વી.કાકડિયા અથવા સુરેશ કોટડિયાને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે.
વધુ વાંચો





















