શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી: છઠ્ઠા તબક્કા માટે ECએ બહાર પાડ્યું જાહેરનામું, 12 મેના રોજ સાત રાજ્યમાં 59 સીટ પર થશે મતદાન
ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે 12 મે ના રોજ 59 બેઠકો પર મતદાન થશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે 12 મે ના રોજ સાત રાજ્યની 59 બેઠકો પર મતદાન થશે. સાત તબક્કામાં યોજાઈ રહેલી આ લોકસભા ચૂંટણીની શરૂઆત 11 એપ્રિલથી થઈ ચૂકી છે. 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 19 મે ના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે. ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં ચૂંટણી થશે.
દિલ્હીની સાત બેઠક માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ વચ્ચે ગઠબંધનને લઈને ફરી એકવાર વાતચીત થઈ શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમની પાર્ટી દિલ્હીમાં સાતમાંથી ચાર લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીને આપવા તૈયાર છે. જેથી તેમનું ગઠબંધન ભાજપને હરાવી શકે. ઉલ્લેખનીય છે કે 2014માં દિલ્હીની સાત બેઠક પર ભાજપે જીત મેળવી હતી.
શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ, લખનઉથી હશે ગઠબંધનના ઉમેદવાર
ભાજપ-સપાના કયા નેતા સામે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો
રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને BJPને કર્યું સમર્થન, જાણો PM નરેન્દ્ર મોદીએ શું આપ્યો જવાબ
મહત્વપૂર્ણ બેઠકમાં બિહારની પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, વૈશાલી, ગોપાલગંજ, સીવાન અને મહારાજગંજ બેઠક છે. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર, પ્રતાપગઢ, ફૂલપુર, અલ્લાહબાદ, આંબેડકર નગર, ડુમરિયાગંજ, સંતકબીર નગર, લાલગંજ, આજમગઢ, જૌનપુર અને ભદોહીમાં 12 મે ના રોજ મતદાન યોજાશે. દિલ્હીની જેમ હરિયાણામાં પણ એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ટીકમગઢ, દમોહ, ખજૂરાહો, છિંદવાડા અને હોશંગાવાદ સીટો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થશે.
સિદ્ધૂએ ડાંગના આહવામાં કરી ફટકાબાજી, PM મોદી પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion