શોધખોળ કરો
Advertisement
NYAY યોજના બાદ રાહુલ ગાંધીએ ગ્રામીણ યુવાનો માટે શું કરી મોટી જાહેરાત ? જાણો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય કવાયત તેજ થઈ ગઈ છે. કૉંગ્રેસ બીજીવાર સત્તા વાપસી માટે એડી-ચોટીનું જોર લાગવી રહ્યું છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સતત નવી-નવી જાહેરાતો કરી રહ્યાં છે. લઘુતમ આવક યોજનાની જાહેરાત બાદ હવે રાહુલ ગાંધીએ લાખો યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે.
રાહુલ ગાંધીએ શનિવારે એલાન કર્યું કે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર બનશે તો પર્યાવરણ સુધારા માટે લાખો ગ્રામીણ યુવાનોને રોજગારી આપશે. રાહુલે ટ્વિટ કરી કહ્યું કે, “ ભારતના જળાશયોનો પુનઃજીવિત કરવાની જરૂર છે. તેની સાથે વેરાન જમીનને ઉપજાઉ બનાવીને તેના પર વૃક્ષારોપણ કરવાની જરૂર છે. ” તેઓએ વધુમાં કહ્યું કે અમે પર્યાવરણમાં સુધારો લાવવા માટે દેશની ગ્રામ સભાઓમાં લાખો યુવાઓને રોજગારી પુરી પાડીશું. સાથે એ પણ કહ્યું પાર્ટી જલ્દીજ ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે.
BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલો આ જવાન વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી, જાણો શું કહ્યું SCમાં ચૂંટણી પંચે કહ્યુ- 50 ટકા VVPATની સરખામણીથી લોકસભા ચૂંટણીના પરિણામો પાંચ દિવસ મોડા આવશે NYAY યોજના પર કોંગ્રેસની નવી જાહેરાત, હવે આ લોકોના ખાતામાં જમા થશે 72 હજાર રૂપિયા આ પહેલા રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અતંર્ગત દેશના 20 ટકા ગરીબ લોકોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાના જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ દાવો કર્યો હતો કે યોજનાથી દેશના 5 કરોડ પરિવાર એટેલે કે 25 કરોડ લોકોને ફાયદો થશે. મુખ્યમંત્રીના નિવેદન પર હાર્દિક પટેલે શું કર્યો પલટવાર? જુઓ વીડિયોIndia needs to
1. Repair & Restore our water bodies. 2. Regenerate & Afforest wasteland & degraded land. We will employ lakhs of rural youth in our gram sabhas to improve the environment. — Rahul Gandhi (@RahulGandhi) March 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement