Lok Sabha Election 2024 Phase 3 LIVE: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
ત્રીજા તબક્કમાં આજે ગુજરાત લોકસભાની 25 બેઠક સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે આજે મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીને સબંધિત પળેપળની અપડેટ માટે અહીં ક્લિક કરો,

Background
Lok Sabha Election 2024 Phase 3: લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. ચાલો જાણીએ કે, વોટિંગ કયા સમયે શરૂ થશે અને ક્યાં અને શું વ્યવસ્થા છે.
વાસ્તવમાં, 12 રાજ્યોની 93 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ મતદાન બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો પર ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે ગુજરાતમાં માત્ર 25 બેઠકો પર જ મતદાન થશે.
શું છે વ્યવસ્થા?
ત્રીજા તબક્કા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન પક્ષોને મતદાન મથકો પર મોકલી દેવામાં આવ્યા છે. તેમજ મતદાન મથકના દરેક ખૂણે-ખૂણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત જે લોકસભા સીટો પર મતદાન થશે ત્યાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.
લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
સરેરાશ 51 ટકા મતદાન
રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન.




















