શોધખોળ કરો

Surat: ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ઉમેદવાર બિનહરીફ,  સી.આર.પાટીલે શું કહ્યુ?

Lok Sabha Election: ગુજરાતના ઇતિહાસમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.

Lok Sabha Election:  ગુજરાતના ઇતિહાસમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. સુરતથી ચૂંટણી વિના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની જીત થઇ હતી. BSP ઉમેદવાર પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી હતી. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી.     

સી.આર.પાટીલે અભિનંદન પાઠવ્યા

સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત લોકસભા બેઠક વગર મતદાને જ સાંસદ મળ્યા હતા. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!. પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સુરતમાં ભાજપના ઉમેદવારની જીત પર ગુજરાત ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.  ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ. નોંધનીય છે કે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોગ્રેસ નેતા નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ લોકતંત્રની હત્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget