શોધખોળ કરો
Advertisement
મોદી લહેરમાં દિગ્વિજય-શત્રુધ્ન-કનૈયા સહિત આ દિગ્ગજ નેતાઓના સુપડા સાફ
લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. ત્યારે ચૂંટણી પરિણામના વલણો અનુસાર અનેક દિગ્ગજ નેતાઓ હારતા નજર આવી રહ્યાં છે.
નવી દિલ્હી: લોકસભાની 542 બેઠકો પર આજે મતગણતરી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પરિણામના વલણો અનુસાર ફરી મોદી લહેર જોવા મળી રહી છે. વલણો અનુસાર અનેક દિગ્ગજ નેતાઓની હાર નજર આવી રહ્યાં છે. જો કે ફાઇનલ પરિણામ હજુ બાકી છે અને આંકડાઓ બદલાઈ શકે છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો કર્ણાટકની ગુલબર્ગા સીટ પરથી મલિક્કાર્જુન ખડગે ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ચૂંટણીના પરિણામના વલણો અનુસાર તેઓ ભાજપના ઉમેશ જાધવ થી 42 હજાર જેટલા મતોથી પાછળ ચાલી રહ્યાં છે.
ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિન્હા ભાજપના નેતા રવિ શંકર પ્રસાદથી 74 હજારથી વધુ મતોથી પાછળ ચાલી રહ્યાં છે. સિન્હા અને રવિશંકર પ્રસાદ બિહારના પટનાસાહિબથી ચૂંટણી લડી રહ્યાં છે.
કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિઁધિયા મધ્ય પ્રદેશની ગુના સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. સિંધિયા ભાજપના કેપી યાદવ 53 હજાર મતોથી પાછળ ચાલી રહ્યાં છે.
ભોપાલથી દિગ્વિજયસિંહ ભાજપના સાધ્વી પ્રજ્ઞાથી 110520 મતોથી પાછળ ચાલી રહ્યાં છે.
બોલિવૂડ અભિનેત્રી અને કૉંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડરની પણ હાર નક્કી થઈ ગઈ છે. નોર્થ મુંબઈ પરથી ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીથી 2.50 લાખ મતોથી પાછળ ચાલી રહી છે.
બિહારની પાટલિપુત્ર સીટ પરથી ભાજપ નેતા રામ કૃપાલ યાદવ આરજે ઉમેદવાર અને લાલૂ યાદવની પુત્રી મીસા ભારતીથી પાંચ હજાર જેટલા વોટથી પાછળી રહ્યાં છે. બિહારની બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે કન્હૈયા કુમારને કારમો પરાજય આપતા 3.5 લાખ મતથી જીત મેળવી છે. Lok Sabha 2019: ઐતિહાસિક જીત બદલ PM નરેન્દ્ર મોદીને ક્યા વિદેશી મિત્રોએ આપ્યા અભિનંદન Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, સ્મૃતિ ઇરાનીને આપ્યા અભિનંદન, જાણો વિગત Election Results 2019 Live Updates: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર પછી શું કહ્યું? જુઓ વીડિયોUrmila Matondkar, Congress candidate from Mumbai North parliamentary constituency: I congratulate Gopal Shetty. We have noticed discrepancies in EVMs, we have prepared a report on it that we will submit to Election Commission at the end of the day. #ElectionResults2019 pic.twitter.com/nX2ONYA08d
— ANI (@ANI) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion