શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ કોગ્રેસે જાહેર કરી ઉમેદવારોની આઠમી યાદી, ચાર મુખ્યમંત્રીઓને આપી ટિકિટ
નવી દિલ્હીઃ કોગ્રેસે શનિવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી હતી. જેમાં કોગ્રેસના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને લોકસભાની ચૂંટણી આપવામાં આવી છે જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરીશ રાવતના નામ સામેલ છે. દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે. કોગ્રેસ દ્ધારા જાહેર કરવામાં આવેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી દિગ્વિજય સિંહ સિવાય અન્ય પણ મહત્વના નામ સામેલ છે. મીનાક્ષી નટરાજન મંદસૌરથી ચૂંટણી લડશે. અશોક ચવ્હાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે.
કોગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે સપના ચૌધરી મથુરાથી કોગ્રેસની ઉમેદવાર બનશે. પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે. કોગ્રેસ દ્ધારા જાહેર કરાયેલી આ લિસ્ટમાં કોગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. કર્ણાટકની ચિકબલપુરથી પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઇલને કોગ્રેસે ટિકિટ આપી છે. મહારાષ્ટ્રના નાંદેડથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને કોગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.Congress party releases 8th list of 38 candidates in Karnataka, MP, Maharashtra, Manipur, Uttarakhand, UP for #LokSabhaElections2019 . Mallikarjun Kharge to contest from Gulbarga(Karnataka), Digvijaya Singh from Bhopal(MP), Harish Rawat from Nainital-Udhamsingh Nagar(Uttarakhand) pic.twitter.com/ieFJ0OcI43
— ANI (@ANI) March 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion