Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
Lok Sabha Elections 2024: કુલ સંસદીય ક્ષેત્રની 19 ટકા બેઠકો પર મતદાન થયું હતું. 44 દિવસની લોકશાહી યાત્રા 1 જૂન સુધી ચાલુ રહેશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
Lok Sabha Elections 2024: વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક તહેવાર આજથી શરૂ થયો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. કુલ સંસદીય ક્ષેત્રની 19 ટકા બેઠકો પર મતદાન થયું હતું. 44 દિવસની લોકશાહી યાત્રા 1 જૂન સુધી ચાલુ રહેશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
ક્યાં કેટલું થયું મતદાન
ચૂંટણી પંચ જાહેર કરેલી મતદાનની ટકાવારી વિશે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં સર્વાધિક 77.57 ટકા મતદાન થયું હતું. જ્યારે અન્ય રાજ્યો ત્રિપુરામાં 76.10, આસામમાં 70.77, પુડુચેરીમાં 72.84, મેઘાલયમાં 69.91, મણિપુરમાં 68.62, સિક્કિમમાં 68.06, જમ્મુ અને કાશ્મીરમાં 65.08, અરૂણાચલ પ્રદેશમાં 63.10, લક્ષદ્વીપમાં 56.87 ટકા, નાગાલેન્ડમાં 55.02 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા અને મિઝોરમમાં 53.03 ટકા મતદાન થયું હતું. સાંજના 5 વાગ્યા સુધી મળેલા આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં 57.54 ટકા, તમિલનાડુમાં 62.08, મધ્ય પ્રદેશમાં 63.25, મહારાષ્ટ્રમાં 54.85 અને રાજસ્થાનમાં 50.27 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
West Bengal records 77.57% voter turnout till 5pm, the highest amongst the State/UTs voting in the first phase of Lok Sabha polls today. pic.twitter.com/uOFl9vuUJ0
— ANI (@ANI) April 19, 2024
પશ્ચિમ બંગાળનો કૂચ બિહાર વિસ્તાર હિંસાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. બપોર પછી, ત્યાંથી એક નવા હંગામાના સમાચાર આવ્યા, જે દિનહાટાના ગ્યારાગરી વિસ્તારમાં થયો હતો. આ દરમિયાન ભાજપની કેમ્પ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને પાર્ટીના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે આ આખો બળાપો રાજ્યમાં સત્તારૂઢ ટીએમસી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેનો ભાજપે ઉગ્ર વિરોધ કર્યો છે.
મણિપુરમાં ફાયરિંગ દરમિયાન શું થયું? બીએલોએ જણાવી આ વાત
ઉત્તર પૂર્વના મણિપુરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન શુક્રવારે ફાયરિંગ અને અથડામણ પણ થઈ હતી. આ ઘટનામાં એક નાગરિકને પણ ઈજાઓ થઈ હતી, જ્યારે ઘટનાસ્થળેથી પાછળથી બે ગોળીઓ મળી આવી હતી. ઇમ્ફાલમાં બ્લોક લેવલ ઓફિસરે ન્યૂઝ એજન્સી ANIને આ વિશે જણાવ્યું - અચાનક બે લોકો આવ્યા અને તેઓએ કોંગ્રેસ-ભાજપના પોલિંગ એજન્ટ્સ વિશે પૂછવાનું શરૂ કર્યું. તેઓ કોંગ્રેસના એજન્ટને ઉપાડી ગયા હતા. બાદમાં કારની અંદર બેઠેલા અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
આ પણ વાંચોઃ
માત્ર 2 રૂપિયામાં અસલી-નકલી વોટરની પડી જશે ખબર, જાણો કેવી રીતે