શોધખોળ કરો

Lok Sabha Election 2024: મિશન 370 સાથે BJPમાં શરૂ થયો બેઠકોનો ધમધમાટ, ઉત્તર પ્રદેશ માટે બનાવવામાં આવી ખાસ રણનીતિ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો ચૂંટણી પંચ 13 માર્ચ પછી જાહેર કરી શકે છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમો રાજ્યોના પ્રવાસે છે

Lok Sabha Election 2024 Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રેગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત પહોંચતાની સાથે જ ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપવા માટે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં એક પછી એક અનેક બેઠકો યોજવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024ની તારીખો ચૂંટણી પંચ 13 માર્ચ પછી જાહેર કરી શકે છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમો રાજ્યોના પ્રવાસે છે. ભાજપના વડા જેપી નડ્ડાએ વિવિધ રાજ્યોના પ્રભારી બનેલા પક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને ચૂંટણી પ્રચારની તૈયારીઓનો અહેવાલ પણ લીધો હતો.

એવું કહેવામાં આવ્યું છે કે શનિવારે યોજાયેલી આ બેઠકમાં બૈજયંત પાંડા (યુપી), દુષ્યંત ગૌતમ (ઉત્તરાખંડ), તરુણ ચુગ (જમ્મુ અને કાશ્મીર), વિનોદ તાવડે (બિહાર) અને બિપ્લબ દેબ (હરિયાણા) એ ભાગ લીધો હતો. આ પછી જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના નેતાઓ સાથે એક અલગ બેઠક યોજી હતી. જેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડશે અને સીટોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે સમાજવાદી પાર્ટી 63 સીટો પર ચૂંટણી લડશે. 2019માં ભાજપે રાજ્યની 80માંથી 62 બેઠકો જીતી હતી.

ભાજપ 370ના ટાર્ગેટ સાથે ચાલી રહી છે

એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાશે, ત્યારબાદ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરશે. એકલા ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો અને એનડીએ માટે 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. 2019 માં, ભાજપે જે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેમાંથી 303 પર જીત મેળવી હતી.

પીએમ મોદીએ આ ફોર્મ્યુલા આપી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મધ્યપ્રદેશમાં યોજાયેલી રેલીમાં પીએમ મોદીએ 370 સીટો મેળવવાની 'જાદુઈ ફોર્મ્યુલા' કહી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના બૂથ કાર્યકરોએ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક બૂથ પર 370 વધારાના મત પડે અને આ રીતે ભાજપ 370 બેઠકો સુધી પહોંચશે. શનિવારે યોજાયેલી બેઠકોનો મુખ્ય એજન્ડા લક્ષ્યાંક 370 હતો. આ ઉપરાંત જ્યાં ભાજપ નબળો છે ત્યાં પક્ષની સંભાવનાઓને વેગ આપવા માટેના રસ્તાઓ શોધવાની યોજના પણ બનાવવામાં આવી હતી. પ્રભારીઓને તેમના વિસ્તારોમાં અમલમાં મુકાયેલા વિકાસ પ્રોજેક્ટ્સનો અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
Embed widget