Lok Sabha Elections 2024: દાહોદમાં ઘોડા પર બેસીને મતદાન કરવા આવેલા આ વ્યક્તિ કોણ છે?
દેવગઢ બારીયાની મોતીપુરા પ્રાથમિક શાળા બૂથમાં વરરાજા જાનૈયાઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજા સાથે જાનૈયાઓએ પણ મતદાન કર્યું હતું.
Lok Sabha Elections 2024: : ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. હાલ લગ્ન સિઝન પણ ચાલી રહી છે, જેથી ઘણી જગ્યાએ વરરાજા પર વોટિંગ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા હતા. શહેર ભાજપના ચુંટણી ઈન્ચાર્જ ગુલશનભાઈ બચાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ,મહામંત્રી અર્પિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરામાં પીઠીની રસમ છોડી વરરાજાએ કર્યુ મતદાન
પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.
દેવગઢ બારીયામાં વરરાજાની સાથે જાનૈયાઓએ કર્યું વોટિંગ
દેવગઢ બારીયાની મોતીપુરા પ્રાથમિક શાળા બૂથમાં વરરાજા જાનૈયાઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજા સાથે જાનૈયાઓએ પણ મતદાન કર્યું હતું.
રાજકોટ દક્ષિણમાં ૧૦૭ વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઇ તેરૈયા નામના વૃદ્ધાએ લાકડીના ટેકે પહોંચીને મતદાન કર્યું હતું. પોતે શરીરથી અશક્ત હોવા છતાં બા એ મતદાન કરી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતની 25 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સાંજ સુધીમાં ત્રણેય તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ દેશની કુલ 280 બેઠકો પર મતદાન સંપન્ન થશે. ત્યારબાદ બાકીના ચાર તબક્કામાં 263 બેઠકો પર મતદાન થશે.
આ પણ વાંચોઃ
જાફરાબાદમાં ચૂંટણી ફરજ બજાવતા મહિલા કર્મચારી અચાનક ઢળી પડ્યા, સાથીકર્મીઓમાં શોકનો માહોલ