Lok Sabha Elections Results 2024: કોંગ્રેસના પરાજીત ઉમેદવાર સુખરામ રાઠવાનો વીડિયો વાયરલ, ભૂવાને ધૂણાવી રાજગાદી મળશે કે નહીં પૂછ્યો સવાલ
લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપના જશુભાઈ રાઠવાને 7,96,589 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને 3,97,812 મત મળ્યા હતા. જશુભાઈ રાઠવાનો 3,98,777 મતથી વિજય થયો હતો
Lok Sabha Elections Results 2024: લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો (lok sabha election results 2024) જાહેર થઈ ગયાં છે. ભાજપે 240 બેઠક જીતી (BJP won 240 seats) અને કૉંગ્રેસે 99 બેઠક જીતી છે. ચૂંટણી પરિણામો પ્રમાણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. ગુજરાતમાં ભાજપને 26માંથી 25 બેઠકો પર (BJP won 25 seats in Gujarat) વિજય મળ્યો છે જ્યારે કૉંગ્રેસને એક બેઠક મળી છે. ગુજરાતમાં 2009 પછી પહેલી વાર કૉંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ નીવડી છે.
કોંગ્રેસ ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી. આ બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે એક રસાકસીભર્યા જંગમાં 30 હજારથી વધારે મતો સાથે વિજય મેળવ્યો હતો. ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા હતા.
છોટાઉદેપુર લોકસભા ચૂંટણીનું શું આવ્યું પરિણામ
છોટાઉદેપુરથી કોંગ્રેસના પરાજીત ઉમેદવાર સુખરામ રાઠવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભૂવા ધૂણાવી રાજગાદી મળશે કે નહીં એવો સવાલ ભુવાને કરે છે. ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ફેસબુક ઉપર પોસ્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ રાઠવાને 7,96,589 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને 3,97,812 મત મળ્યા હતા. જશુભાઈ રાઠવાનો 3,98,777 મતથી વિજય થયો હતો. અહીં નોટાને 29,655 મત મળ્યા હતા.
લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે જ ગુજરાતના 'સ્પેશિયલ 26' ઉપર પણ જનતા જનાર્દને મહોર લગાવી દીધી છે. ગુજરાતના વિજેતા 26 ઉમેદવારો પાસે સરેરાશ સંપત્તિ રૂપિયા 17 કરોડની છે જ્યારે સરેરાશ વય 42ની છે. વિજેતા ઉમેદવારોમાંથી જામનગરનાં પૂનમ માડમ રૂપિયા 147.70 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે. લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે જ ગુજરાતના 'સ્પેશિયલ 26' ઉપર પણ જનતા જનાર્દને મહોર લગાવી દીધી છે. ગુજરાતના વિજેતા 26 ઉમેદવારો પાસે સરેરાશ સંપત્તિ રૂપિયા 17 કરોડની છે જ્યારે સરેરાશ વય 42ની છે. વિજેતા ઉમેદવારોમાંથી જામનગરનાં પૂનમ માડમ રૂપિયા 147.70 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે. સૌથી વધુ સંપત્તિ હોય તેવા ઉમેદવારોમાં અમિત શાહ રૂપિયા 65.67 કરોડ સાથે બીજા અને નવસારીથી સી.આર. પાટીલ રૂપિયા 33.49 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. વડોદરાથી ડો. હેમાંગ જોશી 33 વર્ષની ઉંમર સાથે સૌથી યુવા અને ભરતસિંહ ડાભી, પુરષોત્તમ રૂપાલા, સી.આર. પાટીલ 69ની વય સાથે સૌથી વયસ્ક છે.