શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોગ્રેસે જાહેર કર્યા છ ઉમેદવારના નામ, જાણો કોને –કોને મળી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇને કોગ્રેસે આજે બાકી રહેલી બેઠકને લઇને ઉમેદવારો જાહેર કર્યા છે. કોગ્રેસે પોતાના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બનાસકાંઠા બેઠક પરથી પરથી ભટોળનું નામ જાહેર કરાયું છે. ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મનહર પટેલનું નામ જાહેર કર્યું છે. આમ ભાવનગર બેઠક પર હવે ભાજપના કોળી ઉમેદવાર ભારતીબેન શિયાળ અને પાટીદાર એવા મનહર પટેલ વચ્ચે મુખ્ય જંગ જામશે.
સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. ખેડા બેઠક પર બિમલ શાહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુરત બેઠક પર અશોક અધેવાડાના નામની જાહેરાત કરાઇ છે. જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નામની આજે અમરેલી બેઠક પરથી સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 4 એપ્રિલ છે.
Congress party releases list of 6 candidates in Gujarat for #LokSabhaElections2019 . pic.twitter.com/HD9pfeNpzr
— ANI (@ANI) April 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement