શોધખોળ કરો
કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે.
કૉંગ્રેસની આ યાદીમાં જામનગર બેઠક પરથી મુળુભાઈ કંડોરીયાને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર બેઠક પરથી સી જે ચાવડા, સૌથી ચોંકાવનારૂ નામ અમરેલી બેઠક પર જાહેર થયું છે. કૉંગ્રેસે આ બેઠક પર ગુજરાત કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગર બેઠક પર સોમા પટેલને ટિકિટ આપવામાં આવી છે. સુરત બેઠક પરથી અશોક અધેવાડાને ટિકિટ આપવામાં આવી છે.
અમરેલી બેઠક માટે જેની ઠુંમર, સુરેશ કોટડિયા, જે.વી.કાકડિયા ત્રણમાંથી કોને ઉમેદવાર બનાવવા તેને લઈને કોંગ્રેસ ગુંચવણ હતી. પરંતુ આખરે પરેશ ધાનાણી પર પસંદગી ઉતારવામાં આવી હતી.
ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement