શોધખોળ કરો
લોકસભા ચૂંટણી: ગુજરાતની કઈ 6 બેઠકો પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની ટીકિટ ફાઈનલ? જાણો આ રહ્યા નામ

અમદાવાદ: કોંગ્રેસની CEC (સેન્ટ્રલ ઇલેક્શન કમિટિ) તરફથી આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના આઠ નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. સાંજે મળનારી સીઈસીની બેઠક દરમિયાન ગુજરાતની આઠ બેઠકના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે. સીઈસી તરફથી કોના નામ પર મહોર મારવામાં આવી શકે છે કે અંગે ABP Asmitaની Exclusive માહિતી મળી છે. તે પ્રમાણે બારડોલીની બેઠક પરથી તુષાર ચૌધરીના નામ પર અંતિમ મહોર લાગી શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોરબંદર બેઠક પર લલિત વસોયાને લોકસભાની ટીકિટ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામની કોંગ્રેસ જાહેરાત કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડાને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. જ્યારે પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને કોંગ્રેસ ટીકિટ આપે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. જ્યારે નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલને કોંગ્રેસ ટીકિટ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોરબંદર બેઠક પર લલિત વસોયાને લોકસભાની ટીકિટ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામની કોંગ્રેસ જાહેરાત કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડાને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. જ્યારે પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને કોંગ્રેસ ટીકિટ આપે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. જ્યારે નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલને કોંગ્રેસ ટીકિટ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. વધુ વાંચો