શોધખોળ કરો
Advertisement
શત્રુઘ્ને કોંગ્રેસમાં જોડાતા જ માર્યો લોચો, આ ગુજરાતી કોંગ્રેસી નેતાને ગણાવ્યા BJPની કરોડરજ્જુ
શત્રુઘ્ન સિંહા જ્યારે કોંગ્રેસ નેતાઓનો આભાર માનતા હતા ત્યારે તેમણે બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને બિહાર અને ગુજરાતમાં ભાજપની કરોડરજ્જુ ગણાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભાજપ સાથે ફેડો છાડીને જાણીતા અભિનેતા તથા સાંસદ શત્રુઘ્ન સિંહા શનિવારે કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસમાં સામેલ થવા છતાં બીજેપીથી તેમનો મોહ છૂટતો ન હોય તેમ જણાતું હતું. શત્રુઘ્ન સિંહા જ્યારે કોંગ્રેસ નેતાઓનો આભાર માનતા હતા ત્યારે તેમણે બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને બિહાર અને ગુજરાતમાં ભાજપની કરોડરજ્જુ ગણાવ્યા હતા.
શત્રુઘ્ન સિંહાએ શક્તિસિંહ ગોહિલનો આભાર માનતાં કહ્યું કે, ગુજરાત અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીની બેકબોન(કરોડરજ્જુ) છે. આટલું કહીને શત્રુઘ્ન આગળ વધી રહ્યા હતા ત્યારે મંચ પર હાજર કોંગ્રેસ નેતાએ તેમનો અટકાવ્યા અને શોટગનને તેમની ભૂલ યાદ અપાવી. ગોહિલ મંચ સિંહાની બાજુમાં જ બેઠા હતા.
શત્રુધ્ને તે પછી કહ્યું કે, હજુ કોંગ્રેસમાં નવો નવો છે અને આજે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. તેથી આવી ભૂલો થઈ રહી છે. તમે બધા એટલા પરિપક્વ છો કે સમજી જાશો. આ જાણી જોઈને કરવામાં આવી નથી. કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન સિંહા, કહ્યું- BJP વન મેન શો ટૂ મેન આર્મી શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાયાઃ કહ્યું, 'ભારે મનથી ભાજપ છોડું છું', જુઓ વીડિયો#WATCH: Shatrughan Sinha after joining Congress says, 'Shakti Singh Gohil ji (Bihar Congress In-charge) has been backbone of BJP in Bihar and in Gujarat,' corrects himself later. pic.twitter.com/ktaMjkkgSW
— ANI (@ANI) April 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement