INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુરુવારે કહ્યું કે અજય માકને અરવિંદ કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી કહ્યા છે અને પાર્ટીએ 24 કલાકની અંદર તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
INDIA Bloc: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનો વિવાદ વધી ગયો છે. સીએમ આતિશી અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુરુવારે (26 ડિસેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસ નેતા અજય માકન સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
સિંહે કહ્યું,કોંગ્રેસના નેતા અજય માકને અરવિંદ કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી કહ્યા છે, પાર્ટીએ 24 કલાકની અંદર તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.જો કોંગ્રેસ આમ નહીં કરે તો AAP ઈન્ડિયા એલાયન્સના નેતાઓ પાસેથી કોંગ્રેસને ઈન્ડિયા એલાયન્સમાંથી દૂર કરવાની માંગ કરશે. અજય માકન કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભા સાંસદ છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.
ભાજપે કોંગ્રેસની યાદી તૈયાર કરી છે- સંજય સિંહ
તેમણે કહ્યું, એવું લાગે છે કે ભાજપે દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર કરી છે; તેનો હેતુ AAPને નુકસાન પહોંચાડવાનો છે. સંજય સિંહે કહ્યું કે કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભાજપને જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના અજય માકન ભાજપ દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે.
સંદીપ દીક્ષિત પર નિશાન સાધ્યું
સંજય સિંહે કહ્યું કે સંદીપ દીક્ષિતે ખુલ્લેઆમ નોટો વહેંચતા પ્રવેશ વર્મા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી...શા માટે? કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે.
સીએમ આતિશીએ કહ્યું, આપને હરાવવા અને ભાજપને જીત અપાવવા માટે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. જો તેમ ન હોય તો કોંગ્રેસે 24 કલાકની અંદર અજય માકન સામે કાર્યવાહી કરવી જોઈએ, મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરનાર યૂથ કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
અજય માકને શું કહ્યું?
કોંગ્રેસે બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રમાં આમ આદમી પાર્ટી સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ 'વ્હાઈટ પેપર' બહાર પાડ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતા અજય માકને અનેક આરોપો લગાવ્યા હતા.
એમ પણ કહ્યું કે, પહેલાં કેજરીવાલને સમર્થન આપવું એ ભૂલ હતી અને ગઠબંધન પણ ભૂલ હતી. કેજરીવાલ વિશ્વાસપાત્ર નથી. તેની કોઈ વિચારધારા નથી. કેજરીવાલ દેશ વિરોધી છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. જોકે, બંને પક્ષોએ દિલ્હીમાં અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ચૂંટણી યોજાઈ શકે છે.
આ પણ વાંચો...