શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ શત્રુઘ્નને મળી પટના સાહિબથી ટિકિટ, રવિશંકર પ્રસાદ સાથે થશે મુકાબલો
કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાને પણ ટિકિટ આપવામાં આવી છે.
પટનાઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. યાદીમાં બિહારના 1, હિમાચલ પ્રદેશના 1 અને પંજાબના 3 ઉમેદવારો મળી કુલ 5 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાને પણ ટિકિટ આપવામાં આવી છે.
શત્રુઘ્ન સિંહાને તેમની પટના સાહિબની સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. હાલ શત્રુઘ્ન આ સીટ પરથી સાંસદ છે. ભાજપે આ સીટ પરથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.
હિમાચલ પ્રદેશના હમીરપુરથી રામલાલ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પંજાબના ખદૂર સાહિબથી જસબીર સિંહ ગિલ, ફતેહગઢ સાહિબથી ડૉ.અમર સિંહ અને ફરીદકોટથી મોહમ્મદ સિદ્દીકીને ટિકિટ આપી છે.
VIDEO શત્રુઘ્ને કોંગ્રેસમાં જોડાતા જ માર્યો લોચો, આ ગુજરાતી કોંગ્રેસી નેતાને ગણાવ્યા BJPની કરોડરજ્જુ કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન સિંહા, કહ્યું- BJP વન મેન શો ટૂ મેન આર્મીCongress releases another list of 5 candidates for #LokSabhaElections2019 pic.twitter.com/6MbmEfXLkX
— ANI (@ANI) April 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement