શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ-ભાજપના કાર્યકર્તાઓમાં બબાલ, આ બોલીવુડ એક્ટ્રેસ માંગી પોલીસ સુરક્ષા, જાણો વિગત
માતોંડકરે કહ્યું કે, કેટલાક બીજેપી કાર્યકર્તાઓ તેની રેલીમાં ઘૂસી ગયા હતા. જે બાદ તેણે સુરક્ષા માટે પોલીસમાં અરજી કરી છે.
મુંબઈઃ મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને બીજેપીના સમર્થકો વચ્ચે બબાલ દરમિયાન સોમવારે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મજબ, બીજેપી કાર્યકર્તાઓએ બોરીવલી રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓને જોતાં જ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ સીટથી બીજેપીએ વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને મેદાનમાં ઉતાર્યા છે.
માતોંડકરે કહ્યું કે, કેટલાક બીજેપી કાર્યકર્તાઓ તેની રેલીમાં ઘૂસી ગયા હતા. જે બાદ તેણે સુરક્ષા માટે પોલીસમાં અરજી કરી છે. ઉર્મિલાના કહેવા મુજબ, સત્તારૂઢ પાર્ટીના કાર્યકર્તા દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનથી હેરાન છું. આ શરૂઆત છે અને હિંસક રૂપ ધારણ કરી શકે છે. મારા જીવને ખતરો હોવાથી મેં પોલીસ સુરક્ષા માંગી છે.
માતોંડકરે કહ્યું કે, જે લોકો રેલીમાં ઘૂસી ગયા હતા તેઓ ભાજપના હતા. આમ આદમી આ રીતે વર્તન કરતા હોતા નથી. અમારી રેલીમાં ઘૂસેલા લોકો અશ્લીલ રીતે નાચતા હતા અને તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા. તેઓ મારી આસપાસ ચાલી રહેલી મહિલાઓને ડરાવવા માંગતા હતા. આ મુદ્દે હું ચૂંટણી પંચ પાસે જવાની વિચારી રહી છું. માતોંડકરે ટ્વિટ કરીને કહ્યું, બીજેપી કાર્યકર્તાઓની દ્વેષપૂર્ણ હરકતો અને આદર્શ આચાર સંહિતાના ઘોર ઉલ્લંઘનથી હેરાન છું. મને મારી સુરક્ષા અને મારી મહિલા સમર્થકોની ગરિમાની રક્ષા માટે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી. મુંબઈમાં લોકસભા ચૂંટણી દરમિયાન ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન યોજાશે.Shocked at the blatant violation of code of conduct and hostile acts by BJP workers.. I was constrained to lodge police complaint for my own safety and to save the dignity of my female supporters.. #AapliMumbaichiMulagi pic.twitter.com/gqPL4DZGOH
— Urmila Matondkar (@OfficialUrmila) April 15, 2019
आचार संहिता की धज्जियां उड़ाई जा रही है, बीजेपी कार्यकर्ता हमे डरा, धमका रहे हैं.. मुझे अपनी महिला साथियों के मान सन्मान की रक्षा केल लिये और खुद की सुरक्षा के लिये पुलिस में शिकायत दर्ज करनी पड़ी है.. लोकतंत्र बचाना है दोस्तों.. #AapliMumbaichiMulagi pic.twitter.com/nI5apD2SIz
— Urmila Matondkar (@OfficialUrmila) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement