Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 The Rule OTT Release Date: 'પુષ્પા 2: ધ રૂલ' બૉક્સ ઓફિસ પર બૂલેટ ટ્રેન કરતા પણ ઝડપથી ચાલી રહી છે. આ ફિલ્મ 9 જાન્યુઆરી, 2025ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની અફવા છે
Pushpa 2 The Rule OTT Release Date: ‘પુષ્પા 2: ધ રૂલ’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી આ એક્શન થ્રિલર બૉક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે. જ્યાં એકતરફ આ અલ્લૂ અર્જૂન સ્ટારર ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, તો બીજીતરફ અફવાઓ ફેલાઈ રહી છે કે 'પુષ્પા 2: ધ રૂલ' આવતા મહિને OTT પર રિલીઝ થવા જઈ રહી છે. હવે નિર્માતાઓએ ફિલ્મની ઓટીટી રિલીઝ વિશે ફેલાયેલી અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય કહ્યું છે.
શું જાન્યુઆરીમાં OTT પર રિલીઝ થઇ રહી છે ‘પુષ્પા 2: ધ રૂલ’ ?
'પુષ્પા 2: ધ રૂલ' બૉક્સ ઓફિસ પર બૂલેટ ટ્રેન કરતા પણ ઝડપથી ચાલી રહી છે. આ ફિલ્મ 9 જાન્યુઆરી, 2025ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની અફવા છે. જોકે, મેકર્સે હવે સ્પષ્ટ કર્યું છે કે આવું નથી. તાજેતરમાં પુષ્પા 2: ધ રૂલના પ્રૉડક્શન હાઉસ, માયથરી મૂવીઝે તેમના અધિકૃત X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કર્યું હતું કે ફિલ્મ તેના થિયેટરમાં રિલીઝ થયા પછી 56 દિવસ સુધી કોઈપણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં.
નિર્માતાઓએ પૉસ્ટમાં લખ્યું, “પુષ્પા 2: ધ રૂલની OTT રિલીઝ વિશે અફવાઓ ઉડી રહી છે. તહેવારોની આ સૌથી મોટી હૉલીડે સિઝન, સૌથી મોટી ફિલ્મ પુષ્પા 2 નો આનંદ ફક્ત મોટા પડદા પર જ માણો. તે 56 દિવસ પહેલા કોઈપણ OTT પર નહીં હોય! આ વાઇલ્ડ ફાયર પુષ્પા વિશ્વભરમાં માત્ર થિયેટરોમાં જ છે.
There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024
Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️
It won't be on any OTT before 56 days!
It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥
‘પુષ્પા 2: ધ રૂલ’ બૉક્સ ઓફિસ કલેક્શન
‘પુષ્પા 2: ધ રૂલ’ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના 16 દિવસમાં ભારતમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને વિશ્વભરમાં રૂ. 1500 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. હવે આ ફિલ્મ ભારતમાં દેશની સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે.
‘પુષ્પા 2: ધ રૂલ’ સ્ટાર કાસ્ટ
સુકુમાર દ્વારા નિર્દેશિત, 'પુષ્પા 2: ધ રૂલ' 2021ની બ્લૉકબસ્ટર પુષ્પા: ધ રાઇઝની સિક્વલ છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસીલ સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
આ પણ વાંચો