Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: મૂવી લવર્સ ફિલ્મની સાથે થિયેટરમાં પોપકોર્નનો આનંદ પણ માણે છે. પરંતુ હવે પોપકોર્નની કિંમત તેના સ્વાદના આધારે નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના નવા GST દરો નક્કી કરવામાં આવ્યા છે.

Popcorn GST: થિયેટરોમાં મૂવી જોવાના શોખીન લોકો ઘણીવાર પોપકોર્ન સાથે તેનો આનંદ માણે છે. પરંતુ હવે આ શોખ તમારા ખિસ્સા પર થોડો ભારે પડી શકે છે કારણ કે પોપકોર્નની કિંમત તેના સ્વાદ અને પેકેજિંગ પર નિર્ભર રહેશે. રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના નવા GST દરો નક્કી કરવામાં આવ્યા હતા.
પોપકોર્ન પર કેટલી લાગશે GST
રાજસ્થાનના જેસલમેરમાં નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી GST કાઉન્સિલની 55મી બેઠક અનુસાર, થિયેટરોમાં પીરસવામાં આવતા મીઠા અને મસાલા સાથેના તાજા પોપકોર્ન પર 5% GST વસૂલવામાં આવશે જ્યારે કેન અને લેબલવાળા પોપકોર્ન પર 12% GST લાગુ થશે. આ સિવાય કારામેલ જેવા સ્વીટ પોપકોર્ન પર 18% GST લાગશે, કારણ કે તેને સુગર કન્ફેક્શનરી તરીકે ક્લાસિફ્લાઇડ કરવામાં આવે છે.
ઇંશ્યોરન્સ સેક્ટરને લઇને નિર્ણય
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં આ વખતે પણ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની આશા અધૂરી રહી. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનોના જૂથ (GoM) વચ્ચે સર્વસંમતિના અભાવને કારણે આ મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો હતો. દરખાસ્ત આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના GST દરને વર્તમાન 18% થી ઘટાડીને 5% કરવાનો હતો. જોકે, આવકમાં સંભવિત ઘટાડાને કારણે રાજ્યો આ માટે સંમત થયા ન હતા. આગામી બેઠક જાન્યુઆરીમાં પ્રસ્તાવિત છે.
આ પણ વાંચો
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
