શોધખોળ કરો

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરીને તેના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરીને તેના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. ઉથપ્પાએ જણાવ્યું હતું કે તેમનો સ્ટ્રોબેરી લેન્સરિયા પ્રાઈવેટ લિમિટેડ, સેંટૌરસ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ અને બેરી ફેશન હાઉસ - ત્રણ કંપનીઓ સાથે કોઈ સીધો સંબંધ નથી.

રોબિન ઉથપ્પાએ 2018-19માં આ કંપનીઓને નાણાકીય યોગદાન તરીકે લોન આપી હતી, જેના બદલામાં તેમને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કંપનીઓમાં તેમની કોઈ એક્ઝિક્યુટિવ ભૂમિકા નથી અને ન તો તેઓ રોજબરોજના કામકાજમાં સામેલ હતા. તેનું કહેવુ હતું કે, "એક વ્યાવસાયિક ક્રિકેટર, ટીવી પ્રસ્તુતકર્તા અને કોમેન્ટેટરનારુપમાં પોતાની વ્યસ્તતાઓના કારણે આ કંપનીઓની બાબતોમાં ભાગ લેવાનો સમય કે કુશળતા નહોતી."

ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે આ કંપનીઓ દ્વારા તેમને આપવામાં આવેલી લોનની ચૂકવણી કરવામાં આવી ન હતી, જેના પરિણામે તેણે કાનૂની કાર્યવાહી કરવી પડી હતી, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. તેણે એ પણ જણાવ્યું કે તેણે ઘણા વર્ષો પહેલા આ કંપનીઓના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

રોબિન ઉથપ્પાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પ્રોવિડન્ટ ફંડ (PF) ઓથોરિટીએ લેણાંની ચુકવણી અંગે નોટિસ જારી કરી હતી, ત્યારે તેમની કાનૂની ટીમે જાણાવ્યું હતું કે આ કંપનીઓમાં તેમની કોઈ ભૂમિકા નથી અને કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોમાં આનો પુરાવો પણ આપવામાં આવ્યો હતો. આ હોવા છતાં, પીએફ ઓથોરિટીએ કેસને આગળ વધાર્યો અને ઉથપ્પાના કાયદાકીય સલાહકારો આ મામલાને ઝડપથી ઉકેલવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.

રોબિન ઉથપ્પાએ મીડિયાને અપીલ કરી છે કે તેઓ આ કેસ સાથે જોડાયેલા તથ્યો વિશે સંપૂર્ણ માહિતી રજૂ કરે અને જે પણ માહિતી શેર કરવામાં આવી રહી છે તેની સત્યતા તપાસે.

પૂર્વ ક્રિકેટરની આ સ્પષ્ટતા તેની સામે ચાલી રહેલા વિવાદને લઈને તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે છે અને એ પણ જણાવે છે કે તે કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સામેલ નથી.  

IPL પહેલા મુંબઈ ઈન્ડિયન્સના 18 વર્ષના ખેલાડીએ બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ વખત થયો ચમત્કાર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chandra Grahan 2025: ચંદ્ર ગ્રહણની અસર 90 દિવસ સુધી રહેશે, જાણો કઈ રાશિઓ પર છે સૌથી વધુ જોખમ

ભારત પર વધુ ટેરિફ લગાવશે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકાના નાણામંત્રીએ કહ્યું – ‘રશિયા પર દબાણ લાવવા માટે....’

Rain Alert: આ બે જિલ્લામાં વરસાદ તરખાટ મચાવશે, આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર, જાણો શું છે લેટેસ્ટ આગાહી

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ: અંબાલાલની આગાહી સાંભળીને ગરબા પ્રેમીઓનું ટેન્શન વધી જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શક્તિની દેવીના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : જળબંબાકાર
Dharoi Dam : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતીમાં આવ્યું પૂર, જુઓ અહેવાલ
Vadodara Tanker Drown : વડોદરામાં ટેન્કર પાણીમાં ગરકાવ , જીવ બચાવવા ડ્રાઇવર-ક્લિનર ટેન્કર પર ચડી ગયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandra Grahan 2025: ચંદ્ર ગ્રહણની અસર 90 દિવસ સુધી રહેશે, જાણો કઈ રાશિઓ પર છે સૌથી વધુ જોખમ
Chandra Grahan 2025: ચંદ્ર ગ્રહણની અસર 90 દિવસ સુધી રહેશે, જાણો કઈ રાશિઓ પર છે સૌથી વધુ જોખમ
ભારત પર વધુ ટેરિફ લગાવશે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકાના નાણામંત્રીએ કહ્યું – ‘રશિયા પર દબાણ લાવવા માટે....’
ભારત પર વધુ ટેરિફ લગાવશે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકાના નાણામંત્રીએ કહ્યું – ‘રશિયા પર દબાણ લાવવા માટે....’
Rain Alert: આ બે જિલ્લામાં વરસાદ તરખાટ મચાવશે, આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર, જાણો શું છે લેટેસ્ટ આગાહી
Rain Alert: આ બે જિલ્લામાં વરસાદ તરખાટ મચાવશે, આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર, જાણો શું છે લેટેસ્ટ આગાહી
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ: અંબાલાલની આગાહી સાંભળીને ગરબા પ્રેમીઓનું ટેન્શન વધી જશે!
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ: અંબાલાલની આગાહી સાંભળીને ગરબા પ્રેમીઓનું ટેન્શન વધી જશે!
મેઘતાંડવ માટે તૈયાર રહો: રાજ્યમાં આવતીકાલે 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ આપ્યું

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: IAS ની તૈયારી માટે રાજ્યમાં 10 નવા અભ્યાસ કેન્દ્રો ખોલવાની મંજૂરી

આગામી ત્રણ કલાક ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી, બહાર નીકળવાનું ટાળજો

GST ઘટાડા બાદ કાર ખરીદનારાઓને બમ્પર ફાયદો: TATA, TOYOTA, MAHINDRA સહિતની કંપનીઓએ જાહેર કર્યા મોટા ડિસ્કાઉન્ટ

Embed widget