શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ ચૂંટણી: મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ સરકાર બનાવવાનો કરશે દાવો, રાજ્યપાલને પત્ર લખી માંગ્યો મળવાનો સમય
ભોપાલ: મધ્યપ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ચાલી રહેલી કાંટાની ટક્કર ચાલી રહી છે. કૉંગ્રેસ 114 અને ભાજપ 109 બેઠકો પણ આગળ ચાલી રહી છે. હજુ સુધી કોઈ જ પાર્ટીને બહુમત મળી નથી. તેની વચ્ચે કૉંગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને આજે રાતે જ મળવાનો સમય માંગ્યો છે. કૉંગ્રેસ અહીં સરકાર બનાવવાનો દાવો કરશે. મધ્યપ્રદેશમાં હજું સુધી કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી પરંતુ કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરવા જઇ રહી છે.
રાજસ્થાન કૉંગ્રેસના જનરલ સેક્રેટરી સુશીલ શર્માએ કહ્યું કે અમે રાજ્યપાલને પત્ર સોંપ્યો છે અન તેમની પાસે મળવાનો સમય માંગ્યો છે. એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડલ તેમને આવતી કાલે મળશે અને રાજ્યપાલે અમને સવારે 7 વાગ્યે મળવાનો સમય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ભાજપ 81 અને કોંગ્રેસ 79 સીટ જીતી ચુક્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન બુધેલી સીટ પરથી 58,999 વોટના જંગી અંતરથી વિજયી થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement