શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર ભાજપે પરિણામ પહેલા જ શરૂ કરી જશ્નની તૈયારી, જાણો વિગત
મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી પરિણામની મતગણતરી થશે. આ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપે મુંબઈમાં પાર્ટીની હેડ ઓફિસમાં જીતના જશ્નની તૈયારી શરૂ કરી દીધી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી પરિણામની મતગણતરી થશે. આ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપે મુંબઈમાં પાર્ટીની હેડ ઓફિસમાં જીતના જશ્નની તૈયારી શરૂ કરી દીધી છે. ઓફિસમાં લાડુ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વોટિંગ ગણતરીના લાઇવ કવરેજને જોવા વિશાળ સ્ક્રીન લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાર્ટીના અધિકારીના જણાવ્યા મુજબ, ફૂલની માળા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓને ગુરુવારે સવારે 10 વાગે ઓફિસે પહોંચવાનું કહેવામાં આવ્યું છે. મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામોમાં તમામ ન્યૂઝ ચેનલ અને ચૂંટણી સર્વે એજન્સીઓ ભાજપને પ્રચંડ બહુમત મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
મહારાષ્ટ્રમાં 21 ઓક્ટબરે 288 સીટો માટે મતદાન થયું હતું. સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી ચાલેલા વોટિંગમાં 58.95 ટકા મતદાન નોંધાયું હતું. 2014ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 63.30 ટકા વોટિંગ થયું હતું.
Sweets being prepared at BJP office in Mumbai ahead of counting of votes for #MaharashtraAssemblyPolls tomorrow pic.twitter.com/TgCIO9MZcL
— ANI (@ANI) October 23, 2019
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ પહેલા ફડણવીસે કર્યા કેદારનાથના દર્શન, માંગ્યા જીતના આશીર્વાદ
હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion