શોધખોળ કરો

Maharashtra Election: MVAનો મેનિફેસ્ટો જાહેર,બેરોજગારોને દર મહિને 4,000 રૂપિયા આપવાનો કર્યો સંકલ્પ

Maharashtra Assembly Election 2024: મહાવિકાસ આઘાડીએ તેમના મેનિફેસ્ટોમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર વિશેષ ધ્યાન આપ્યું છે. સામાજિક ન્યાયનું વચન પણ આપ્યું છે.

Maharashtra Assembly Election 2024: હાવિકાસ અઘાડી (MVA) એ રવિવારે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. MVAએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમને મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જો સરકાર સત્તામાં આવે તો MVAએ તેનો 100 દિવસનો એજન્ડા પણ રજૂ કર્યો છે.

 મહાવિકાસ આઘાડીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો, આરોગ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, સુશાસન અને શહેરી વિકાસના મુદ્દાઓ પર કામ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રનું સન્માન થાય તે દિશામાં પ્રયાસો કરવા પણ ઠરાવ વ્યક્ત કરાયો છે.

 મહાવિકાસ આઘાડીએ પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. મહિલાઓ માટે મફત બસ મુસાફરીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય તેમને 500 રૂપિયામાં એક વર્ષમાં છ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મહિલાઓ માટે શક્તિ કાયદો લાગુ કરવામાં આવશે. 9 થી 16 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે. પિરિયડસમાં બે દિવસની રજા આપવામાં આવશે.

મહાવિકાસ આઘાડીએ ખેડૂતોને આ વચનો આપ્યા હતા

અઘાડીએ હવે પછીનું ધ્યાન ખેડૂતો પર આપ્યું છે. ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આત્મહત્યા અટકાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આત્મહત્યા અસરગ્રસ્ત પરિવારોની વિધવાઓ અને બાળકો માટેની વર્તમાન યોજનામાં સુધારો કરવામાં આવશે. ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત પાક વીમા યોજનામાંથી શરતો દૂર કરીને વીમા યોજનાને સરળ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

રોજગાર અને સ્વાસ્થ્ય સંબંધિત વચન

યુવા સ્નાતક અને અનુસ્નાતક શિક્ષિત બેરોજગારોને દર મહિને 4,000 રૂપિયા સુધીનું ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારની 2.5 લાખ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. 'મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના'નો વ્યાપ વધારવાનો પણ ઉલ્લેખખ છે.  વીમા યોજનાઓ પર પુનર્વિચાર કરીને સારવારની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નવી ઔદ્યોગિક નીતિ બનાવશે

મહાવિકાસ આઘાડીએ મેનિફેસ્ટોમાં કહ્યું છે કે, તે નવી ઔદ્યોગિક નીતિ બનાવશે. મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવશે.

સામાજિક ન્યાય

સાથે જ મહારાષ્ટ્રમાં જાતિ ગણતરી કરાવવાનું પણ વચન આપ્યું છે. અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિભાગના અધિકારો માટે બજેટ નક્કી કરવાની વાત થઈ છે.

જાતિ ગણતરીનું વચન આપ્યું હતું

MVM કહે છે કે, શહેરીકરણના પડકારનો સામનો કરવો પડશે અને તેને યોગ્ય દિશા આપવી પડશે. 'રાજ્ય નાગરિક આયોગ'ની સ્થાપના કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જ કટોકટી નિવારવા અને તેના ઉકેલ માટે પ્રાધિકરણ સ્થાપિત કરશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp AsmitaGir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
Embed widget