શોધખોળ કરો
પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના 10માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપે 60 વિધાનસભા સીટમાંથી 41 સીટો પર જીત મેળવી છે.
ઇટાનગર: ભાજપના વરિષ્ઠ નેતા પેમા ખાંડુએ બુધવારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ બ્રિગેડિયર(સેવાનિવૃત) બી.ડી. મીશ્રાએ પેમા ખાંડુને સીએમ પદના ગુપ્તતાના શપથ લેવડાવ્યા. તે સિવાય મંત્રીમંડળના 11 મંત્રીઓએ પણ શપથ લીધા. ખાંડુએ અરુણાચલ પ્રદેશના 10માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા. પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપે 60 વિધાનસભા સીટમાંથી 41 સીટો પર જીત મેળવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અવસર પેમા ખાંડુને શુભેચ્છા આપી હતી.
કોંગ્રેસના કયા ધારાસભ્યએ અલ્પેશના દાવાને આપ્યું સમર્થન? જુઓ વીડિયોCongratulations to Shri @PemaKhanduBJP on taking oath as Chief Minister of Arunachal Pradesh.
I thank people of Arunachal Pradesh for their faith in BJP. I am sure that the leadership of PM Narendra Modi and CM Pema Khandu will take the state to newer heights of progress. — Amit Shah (@AmitShah) May 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement