શોધખોળ કરો
Advertisement
પંજાબ પેટા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો પૂર્વ IAS ઓફિસર બલવિંદર ધાલીવાલ સહિત કોને મળી ટિકિટ
જાલંધરમાં IAS તરીકે કાર્યરત ધાલીવાલે ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે રાજીનામું આપી દીધું હતું, જેને સરકારે મંજૂર પણ કરી દીધું છે.
નવી દિલ્હીઃ પંજાબમાં 21 ઓક્ટોબરે યોજાનારી ચાર બેઠકોની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ફગવાડા સીટ પરથી કોંગ્રેસે બલવિંદર સિંહ ધાલીવાલને ટિકિટ આપી છે. જાલંધરમાં IAS તરીકે કાર્યરત ધાલીવાલે ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે રાજીનામું આપી દીધું હતું, જેને સરકારે મંજૂર પણ કરી દીધું છે.
જલાલાબાદથી રમિંદર સિંહ આમલા, દાંખાથી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજકીય સલાહકાર સંદીપ સંધૂને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે મુકેરિયાથી કોંગ્રેસી નેતા રજનીશ કુમાર બબ્બીના પત્ની ઈંદુ બબ્બીને ટિકિટ ફાળવવામાં આવી છે.
21 ઓક્ટોબરે યોજાનારી ચાર સીટોની પેટા ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. પંજાબમાં કોંગ્રેસ સત્તાધારી પક્ષ છે, આ કારણે અન્ય પાર્ટીએ જીત માટે સંઘર્ષ કરવો પડશે.
PHOTOS: આમિર ખાનની દીકરીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસના મામલે બોલીવુડની અભિનેત્રીએ પણ રહી જશે પાછળ શેરબજારમાં દિવાળી, બે દિવસમાં સેન્સેક્સમાં 3000 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ વધારો India vs South Africa: હાર્દિક પંડ્યાનો કેચ પકડીને ડેવિડ મિલરે મેળવી મોટી સિદ્ધિ, જાણો વિગતેCongress party declares the names of four candidates for the upcoming assembly by-elections in Punjab. pic.twitter.com/yKKtIo1EtC
— ANI (@ANI) September 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement