શોધખોળ કરો
Advertisement
રાફેલ ડીલ પર મોદી સરકારને મોટો ઝટકો, ફરીથી સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર
હાલમાં રાફેલ ડીલ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર જાહેર મંચો પરથી પીએમ મોદી પર રાફેલ ડીલને લઇને નિશાન સાધી રહ્યાં છે. આવામાં રાફેલની સુપ્રીમમાં ફરીથી સુનાવણીનો નિર્ણય મોદી સરકાર માટે મોટો ઝટકો છે
નવી દિલ્હીઃ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે ફરીથી સુનાવણી કરવા તૈયાર થઇ ગઇ છે. રાફેલ મામલે બુધવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ રક્ષા મંત્રાલયમાંથી લીક થયેલા દસ્તાવેજોની વૈદ્યતાને મંજૂરી આપી દીધી છે. કોર્ટના ડિસીઝન અનુસાર અરજીકર્તા માટે ડૉક્યૂમેન્ટ હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે હિસ્સો બનશે.
હાલમાં રાફેલ ડીલ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવારનવાર જાહેર મંચો પરથી પીએમ મોદી પર રાફેલ ડીલને લઇને નિશાન સાધી રહ્યાં છે. આવામાં રાફેલની સુપ્રીમમાં ફરીથી સુનાવણીનો નિર્ણય મોદી સરકાર માટે મોટો ઝટકો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. આ પહેલા અરજીકર્તાને 15 માર્ચે થયેલી સુનાવણીમાં કહ્યુ હતુ કે રાફેલ ડીલના દસ્તાવેજો લીક થયા સંબંધિત પ્રાથમિક આપત્તિઓ પર ફેકસ કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion