શોધખોળ કરો
Advertisement
યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત
ઉત્તરપ્રદેશમાં ભાજપના સાથી પક્ષ સુદેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે નરેન્દ્ર મોદી પીએમ નહીં બને, આગામી પીએમ દલિત વર્ગના હશે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ભાજપના સાથી પક્ષ સુદેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે નરેન્દ્ર મોદી પીએમ નહીં બને, આગામી પીએમ દલિત વર્ગના હશે. માયાવતીનો પીએમ પદનો દાવો સૌથી મજબૂત છે અને તેમનું કામ બોલે છે. જો જરૂર પડશે તો હું તેમનું સમર્થન કરીશ.
તેમણે એમ પણ કહ્યું કે, ન તો હું મહાગઠબંધન સાથે છું કે ન તો એનડીએ સાથે. આ વખતે 119 દલિત સાંસદ બનશે. ઓછી સીટો મળવા પર દલિત હોવાના કારણે માયાવતીનો કોઇ વિરોધ નહીં કરે.
યોગી સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે લોકસભા ચૂંટણીના 7મા તબક્કામં પૂર્વાંચલની ત્રણ સીટો પર વિપક્ષના ઉમેદવારોનું સમર્થન કર્યું છે. ચૂંટણીમાં ભાજપથી ટિકિટને લઇ નારાજ ચાલી રહેલા રાજભરે મિર્ઝાપુરમાં કોંગ્રેસ તથા મહારાજગંજ અને બાંસગાંવમાં ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપવાનો ફેંસલો લીધો છે.
લોકસભા સીટની ફાળવણીને લઇ ભાજપ સાથે સમજૂતી ન થયા બાદ રાજભરે પૂર્વાંચલની 39 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. જેમાં વડાપ્રધાન મોદીની સંસદીય સીટ વારાણસી પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement