Lok Sabha Election 2024: બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં આ વ્યક્તિએ કોંગ્રેસને મત આપવા કરી અપીલ
બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસ પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો, અહીં એક સામાજિક કાર્યક્રમમાં કોંગ્રેસના ઠાકરસી રબારીએ ગોવા રબારીની હાજરીમાં ગનીબેન ઠાકોરને મત આપવા વોટર્સને અનુરોધ કર્યો હતો.
Lok Sabha Election 2024:લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રચાર શરૂ થઇ ગયો છે. ગુજરાતની 26 બેઠક પર ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. બનાસકાંઠાની બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યાં છે. અહીં ભાજપે ડૉ.રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે તો તો કોંગ્રેસે વાવ બેઠકના સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બનાસકાઠામાં ગેનીબેન જોરશારથી પ્રચંડ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જો કે અહીં એક સામાજિક કાર્યક્રમમાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં જ કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવ્યો
બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસ પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો... એક સામાજિક કાર્યક્રમમાં કોંગ્રેસના ઠાકરસી રબારીએ ગોવા રબારીની હાજરીમાં ગનીબેન ઠાકોરને મત આપવા અનુરોધ કર્યો હતો. રબારી સમાજના કાર્યક્રમમાં ઠાકરસી રબારીએ લોકોને ગેની બેનને મત આપવા અપીલ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠની વિધાનસભાની વાવની બેઠક પરથી ગેનીબેન 2 વખત ચૂંટણી જીતી ચૂક્યાં છે, 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.તો બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમ વાર જ મેદાને ઉતાર્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. જેને લઈ યુવા વર્ગમાં અને શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ સર્જવાનો પ્રયાસ મનાય રહ્યો છે.
બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદાતા છે. કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાતા છે. તો 2.70 લાખ ચૌધરી સમાજના મતદાતા છે. આ બંને સમાજની બહુમતિ હોવાથી આ બંને સમાજના મત નિર્ણાયક ભૂમિકા ભજવે છે.