શોધખોળ કરો
Advertisement
PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા વારાણસી પહોંચ્યા 50 ખેડૂતો, ઉમેદવારી ફોર્મ ભરશે
ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈનો વિરોધ નથી કરી રહ્યાં કે કોઈના વિરુદ્ધ પ્રચાર પણ નથી કરી રહ્યાં. પરંતુ તેના માધ્યમથી અમારી સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માગં છે.
વારાણસી: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે તેલંગણાના નિઝામાબાદના 50 ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા વારાણસી પહોંચ્યા છે. હળદર પકવતા ખેડૂતોએ કહ્યું કે અમારી સમસ્યાઓ ના તો વર્તમાન ભાજપ સરકાર સાંભળી રહી છે ના તો ગત યૂપીએ સરકારે સાંભળી.
ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈનો વિરોધ નથી કરી રહ્યાં કે કોઈના વિરુદ્ધ પ્રચાર પણ નથી કરી રહ્યાં. પરંતુ તેના માધ્યમથી અમારી સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માગં છે.
તેમના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારી સમસ્યાઓને ઉજાગર કરવા માંગીએ છીએ. અમારી માંગ છે કે હળદર પકવતા ખેડૂતો માટે અલગ બોર્ડ(Turmeric board)નું નિર્માળ કરવામાં આવે. તે સિવાય હળદરના ન્યૂનતમ ટેકાના ભાવ(MSP) 15 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલ રાખવામાં આવે.
છેલ્લા ત્રણથી ચાર વર્ષથી દુષ્કાળની સ્થિતિ અને ટેકાના ભાવમાં ઘટાડાના કારણે દેશભરમાં હળદર પકવતા ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હળદરની કિંમત 5200 રૂપિયા પ્રતિ ક્વિંટલથી ઘટીને 3200 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયા છે. લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ, 29 એપ્રિલે યોજાશે મતદાન વડાપ્રધાન મોદીએ 26 એપ્રિલે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કૉંગ્રેસના અજય રાય અને સપા નેતા શાલિની યાદવ છે. વારાણસીમાં 19 મે ના રોજ લોકસભાના અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે.K Narsimham Naidu, farmer: This was not solved during UPA's tenure too, Modi did the same. We aren't against him or campaigning against anyone. We just want to highlight our problem. We demand creation of a turmeric board&Minimum Support Price of Rs 15000 per quintal for turmeric pic.twitter.com/v4CmMCUul5
— ANI UP (@ANINewsUP) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement