શોધખોળ કરો
આ બે ગુજરાતી ફિલ્મોને મળ્યો નેશનલ એવોર્ડ,નામ જાણીને ચોંકી ઉઠશો
1953થી ફિચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. નેશનલ એવોર્ડમાં ફિચર ફિલ્મ કેટેગરીમાં સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: આજે 66મા નેશનલ એવોર્ડ વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ફિચર ફિલ્મોની 31 કેટેગરીમાં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં ફીચર ફિલ્મ કેટેગરીમાં 31 એવોર્ડ આપવામાં આવે છે, જ્યારે નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં 23 એવોર્ડ આપવામાં આવે છે. નેશનલ ફિલ્મ એવોર્ડમાં બે ગુજરાતી ફિલ્મો છવાઈ ગઈ હતી. જેમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો છે. જ્યારે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'રેવા'ને મળ્યો છે.
1953થી ફિચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. નેશનલ એવોર્ડમાં ફિચર ફિલ્મ કેટેગરીમાં સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ આયુષ્માન ખુરાના (અંધાધુન),અને વિકી કૌશલ (ઉરી)ને આપવામાં આવ્યો છે.#NationalFilmAwards Award for Best Feature Film goes to Hellaro(Gujarati) pic.twitter.com/Xrh02lG4In
— PIB India (@PIB_India) August 9, 2019
ફિલ્મમાં 1975ના કચ્છની વાત છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે. ફિલ્મ 'હેલ્લારો' કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ છે.
વધુ વાંચો























