શોધખોળ કરો

61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા

Aamir Khan third marriage news આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ રજિસ્ટર મેરેજથી પ્રભુતામાં પગલાં પાડશે; જાણો તેમના અગાઉના 2 લગ્નો અને અંગત જીવન વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આમિર ખાન ત્રીજા લગ્ન ગૌરી સ્પ્રેટ સાથે કરશે.
  • 5 જુલાઈએ ખાનગી રીતે લગ્ન કરશે; નજીકનાઓ હાજર.
  • આમિરે 60મા જન્મદિવસે ગૌરીનો પરિચય કરાવ્યો હતો.
  • રીના દત્તા, કિરણ રાવ સાથેના બે લગ્ન તૂટ્યા.

Aamir Khan third marriage news: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને જબરદસ્ત ચર્ચામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ, 61 વર્ષની ઉંમરે આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં રહ્યા બાદ હવે આ કપલ એકદમ ખાનગી રીતે પોતાના સંબંધને સત્તાવાર નામ આપવા જઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આમિર અને ગૌરી આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. આ લગ્નમાં કોઈ મોટો મેળાવડો કે ધામધૂમ નહીં હોય, પરંતુ માત્ર બંનેના પરિવારો અને અમુક નજીકના મિત્રો જ હાજરી આપશે. તેઓ પોતાના ઘરે જ મેરેજ રજિસ્ટર કરીને આ સંબંધ પર મહોર મારશે. એવું કહેવાય છે કે આ બંને છેલ્લા એકાદ વર્ષથી એક જ ઘરમાં પરિવારની જેમ સાથે રહીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે, અને હવે તેમણે કાયદેસર રીતે પતિ-પત્ની બનવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, આમિરે પોતાના 60મા જન્મદિવસે જ ગૌરીની મુલાકાત મીડિયા સાથે કરાવી હતી. ત્યારથી આ બંને ઘણી ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. પોતાના સંબંધ વિશે ખુશી વ્યક્ત કરતા આમિરે એકવાર કહ્યું હતું કે, "આજે હું મારી જાતને સંપૂર્ણ અનુભવું છું. મારા જીવનમાં ગૌરી હોવાથી હું ખૂબ જ ભાગ્યશાળી છું." અગાઉની પત્નીઓ સાથે પણ તેમના સંબંધો ગાઢ રહ્યા હતા, પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહોતા.

આમિરના અગાઉના લગ્નજીવન પર નજર કરીએ તો, તેમણે 1986 માં રીના દત્તા સાથે ભાગીને પહેલા લગ્ન કર્યા હતા. રીના અને આમિરને આયરા અને જુનૈદ એમ 2 બાળકો છે. 16 વર્ષના લાંબા સંસાર બાદ 2002 માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 3 વર્ષ પછી, 2005 માં આમિરે ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. 2011 માં તેમના પુત્ર આઝાદનો જન્મ થયો હતો. જોકે, 2021 માં કિરણ રાવ સાથે પણ આમિરના છૂટાછેડા થઈ ગયા. હવે આ ત્રીજા લગ્ન સાથે આમિર પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Arijit Singh Retirement: સંગીત જગતમાં ખળભળાટ! અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યું; ફેન્સને મોટો ઝટકો

Frequently Asked Questions

આમિર ખાન કોની સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે?

આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં હતા.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ક્યારે અને કેવી રીતે લગ્ન કરશે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. તેઓ ઘરે જ મેરેજ રજિસ્ટર કરશે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે.

આમિર ખાનના અગાઉના લગ્નજીવન વિશે શું માહિતી છે?

આમિરે પહેલા રીના દત્તા અને પછી કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. રીના સાથે 16 વર્ષ બાદ 2002 માં અને કિરણ સાથે 2021 માં છૂટાછેડા થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget