આમીર ખાને તેની દીકરી બનેલી સાના સાથે કરી લીધા લગ્ન ? કોના બદલે સાનાનો ફોટો મૂકીને વાયરલ કરાયા ફેક ન્યુઝ?
સોશિયલ મીડિયા પર એવા ન્યુઝ વાયરલ થયા છે કે, આમિર ખાને તેની ફિલ્મ દંગલની કો સ્ટાર ફાતિમા શાના શેખ સાથે લગ્ન કરી લીધા છે. તેમની ફોટો પણ વાયરલ થઇ છે પરંતુ શું આ સત્ય છે?
સોશિયલ મીડિયા પર એવા ન્યુઝ વાયરલ થયા છે કે, આમિર ખાને તેની ફિલ્મ દંગલની કો સ્ટાર ફાતિમા શાના શેખ સાથે લગ્ન કરી લીધા છે. તેમની ફોટો પણ વાયરલ થઇ છે પરંતુ શું આ સત્ય છે?
15 વર્ષના લગ્ન જીવન બાદ આ વર્ષે ગત જુલાઇએ બંનેએ જુદા થવાનો નિર્ણય લીધો. આમિર અને કિરણના ડિવોર્સ તેમના ત્રીજા લગ્ન સહિત અને વાતો મીડિયામાં ચર્ચાંમાં રહી. મીડિયા રિપોર્ટ મુજબ આમિર ફાતિમા સાથે રિલેશનશિપમાં હોવાથી અને તેમની સાથે લગ્ન કરવા ઇચ્છતો હોવાથી તેમણે કિરણ ડિવોર્સ આપ્યાં હતા.
આ બધાની વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર આમિરખાન અને ફાતિમા શેખની એક તસવીર વાયરલ થઇ છે. આ તસવીર સાથે એવા અહેવાલ પણ સામે આવ્યાં કે, ફાતિમા શેખ આમિર ખાનની ત્રીજી બેગમ છે અને બંનેએ સિક્રેટ રીતે લગ્ન કરી લીઘા છે. જાણીએ આ આ વાયરલ થયેલી તસવીરનું સત્ય શું છે.
આમિર ખાન અને ફાતિમાની આ તસવીર સાથે એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે આમિર સાથે લગ્ન કર્યાં હોવાની જાણકારી અપાઇ છે. જો કે આ વાયરલ તસવીર ફેક છે. તસવીર સાથે છેડછાડ કરાઇ છે. આ તસવીર વિશે તપાસ કરતા તસવીર મોર્ફડ હોવાનું સત્ય સામે આવ્યું છે.
આ તસવીર મુકેશ અંબાણીના પુત્રના મેરેજ ફંકશનની હોવાનું સામે આવ્યું છે. રિયલ તસવીરમાં આમિર ખાન સાથે કિરણ રાવ હતી. આ તસવીર સાથે છેડછાડ કરીને કિરણની જગ્યાએ ફાતિમાની તસવીર મૂકીને વાયરલ કરાઇ છે.