તમને જણાવી દઈએ કે અભિષેક કપૂરની નિર્દેશન વાળી આ ફિલ્મ કેદારનાથ 2 તીર્થયાત્રિઓની પ્રેમ કથા છે.
2/4
ડિરેક્ટર અભિષેક કપૂર ઇચ્છે છે કે કોર્ટમાં આ મામલે સારાને સમજાવશે કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી કોઈ ફિલ્મમાં કામ કરી શકશે નહીં. એટલું જ નહીં, અભિષેકે કોન્ટ્રાકટને તોડવા પર વળતર માટે સારા પાસેથી રૂ. 5 કરોડની ભરપાઇ કરવાની માંગ કરી છે.
3/4
અહેવાલો અનુસાર, સારા અલી ખાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મ માટેના કોનટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે, સારાએ કહ્યું હતું કે તે તમામ તારીખો પર શૂટિંગ માટે ઉપલબ્ધ છે પરંતુ તાજેતરમાં જ જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ જુલાઈ સુધી વધારવામાં આવી રહ્યું છે ત્યારે તેના મેનેજરે નિર્માતાઓને જણાવ્યું હતું કે જુલાઈમાં સમગ્ર શૂટ માટે સારા ઉપલબ્ધ રહેશે નહીં. કારણ કે તે રણવીર સિંહની ફિલ્મ, સિમ્બાની શૂટિંગમાં વ્યસ્ત હશે.
4/4
મુંબઈ: ફિલ્મ ‘કેદારનાથ’ના દિગ્દર્શક અભિષેક કપૂરે ફિલ્મની મુખ્ય અભિનેત્રી સારા અલી ખાનને કોર્ટમાં લઈ જવાના છે. આ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ છે. તેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળશે.