શોધખોળ કરો

ABP Ideas of India: તાપસી પન્નુએ પોતાના લગ્ન કરવા અંગે વાત કરી, જાણો શું કહ્યું

એબીપીના આઈડીયાસ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલીવૂડ એભિનેત્રી તાપસી પન્નુ પણ હાજર રહી હતી. તાપસી પન્નુ સાથે જાણિતા લેખક ચેતન ભગતે વાતચીત કરી હતી.

ABP Ideas of India: એબીપીના આઈડીયાસ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલીવૂડ એભિનેત્રી તાપસી પન્નુ પણ હાજર રહી હતી. તાપસી પન્નુ સાથે જાણિતા લેખક ચેતન ભગતે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તાપસી પન્નુએ વિવિધ મુદ્દાઓ જેવા કે, સ્ત્રીસશક્તિકરણ, બાળકો, કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વિવાદ, અને પોતાના લગ્ન વિશે વાતચીત કરી હતી.

તાપસી બાળકોને પણ સંપૂર્ણ સ્વતંત્રતા આપવાના પક્ષમાંઃ
અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું કે, તેને એવું નથી લાગતું કે તે કોઈ બાબતમાં કમ છે. તાપસી નાનપણથી જ તે પોતાને અલગ માને છે. ભલે તેણીને બાળપણમાં એટલી આર્થિક સ્વતંત્રતા ન હતી, પરંતુ તે તેના બાળકોને સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતા આપશે. તેઓ માને છે કે જો, બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે તો તેઓ પણ પૈસાની બાબતમાં જવાબદાર બની શકે છે. જ્યારે પણ તેણીને બાળક હશે, ત્યારે તે પોતના બાળક માટે પ્રતિબંધોનું વર્તુળ નહી બનાવે.

'ધ કાશ્મીર ફાઇલ્સ' પર તાપસી પન્નુના વિચારોઃ
'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે તાપસી પન્નુનું કહેવું છે કે, તે નથી માનતી કે તેના આધારે લોકોને વિભાજિત કરવાનો ઈરાદો છે, પરંતુ આ ફિલ્મે લોકોને ચોંકાવી દીધા છે, તે સાચું છે. આજકાલ તમે કોઈપણ ધર્મની વાત કરશો, તેના પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગશે. આ ફિલ્મને પ્રોપેગન્ડા ફિલ્મ કે કંઈક નામ આપવું લોકોનો અભિપ્રાય છે. આ તેમની વિચારસરણી છે. તાપસી પન્નુએ એમ પણ કહ્યું કે, આ ફિલ્મને લઈને લોકોનું ભાવુક થવું કોઈ પણ રીતે ખોટું નથી, તે તેમની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

લગ્નના સવાલ પર તાપસી પન્નુનો આ હતો જવાબઃ
તેના લગ્નના સવાલ પર તાપસી પન્નુ કહે છે કે, હા તેને લાગે છે કે તે ભવિષ્યમાં લગ્ન વિશે વિચારશે અને ઘર-પરિવાર વિશે તેના વિચારો સકારાત્મક છે. તાપસી માટે પરિવારનો હિસ્સો બનવું તેના માટે મોટી વાત હશે, પરંતુ તેને નથી લાગતું કે તે લગ્ન માટે તેની કરિયરમાંથી બ્રેક લે.

હજુ પણ સ્ત્રીઓ માટે રુઢિવાદી વિચારોઃ તાપસી
તાપસી પન્નુ કહે છે કે, આજે પણ સમાજમાં મહિલાઓ માટેની વિચારસરણીમાં રૂઢિચુસ્તતા જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રી પરિણીત છે અને તેને ઘરથી દૂર કામ કરવું પડે છે, તો તે તેના સંબંધીઓ અને સમાજના ઘણા લોકોને પસંદ નથી. આવું ઉદાહરણ તેમના (તાપસીના) પરિચિતોમાં પણ જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે

Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર

Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી

Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો

IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો

Embed widget